સસ્ટેનેબલ લગ્ન હશે રિચા અને અલીનાં

23 September, 2022 02:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લગ્નના ડેકોરેશન માટે જે કંપનીને પસંદ કરવામાં આવી છે

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ

રિચા ચઢ્ઢા અને અલી ફઝલનાં લગ્ન સસ્ટેનેબલ હશે. તેઓ ચાર ઑક્ટોબરે લગ્ન કરી રહ્યાં છે. આ લગ્ન ઇકો-ફ્રેન્ડ્લી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. લગ્નના ડેકોરેશન માટે જે કંપનીને પસંદ કરવામાં આવી છે તેમને નૅચરલ અને રીસાઇકલ કરી શકાય એવી જ વસ્તુનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે. ફૂડને લઈને પણ કચરો વધુ થાય છે અને એથી તેઓ એમાં પણ એવી વસ્તુનો ઉપયોગ કરવા માગે છે જેનો ફરીથી ઉપયોગ કરી શકાય. આ માટે તેમણે એક્સપર્ટની મદદ પણ લીધી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood richa chadha ali fazal