સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ઈમોશનલ થઈ રિયા ચક્રવર્તી

14 July, 2020 03:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરીને ઈમોશનલ થઈ રિયા ચક્રવર્તી

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ દુનિયામાંથી વિદાય લીધાને એક મહિનો થઈ ગયો છે. બૉલીવુડ સેલેબ્ઝ હોય કે ફૅન્સ સુશાંતને કોઈ ભુલી શક્યું નથી. દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ પ્રથમ વાર સોશ્યલ મીડિયા પર સુશાંતને લઈને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે. તાજેતરમાં જ રિયા ચક્રવતીએ વોટ્સએપ પર ડીપી બલ્યો હતો. જેમાં સુશાંત સિંહ રાજપૂત સાથેની તસવીર પોસ્ટ કરી હતી. હવે તેણે ઈનસ્ટાગ્રામ પર અભિનેતા સાથેની તસવીરો શૅર કરી છે અને ઈમોશનલ કૅપ્શન પણ લખ્યું છે.

રિયા ચક્રવર્તીએ સુશાંત સાથેની તસવીરો શૅર કરતા લખ્યું હતું કે, મારી લાગણીનો સામનો કરવા માટે હજુ પણ હું સ્ટ્રગલ કરી રહી છું. દિલમાં એક ખાલીપો છે, જેનું સ્થાન કોઈ લઇ શકે એમ નથી. તે મને પ્રેમમાં વિશ્વાસ કરતા અને તેની તાકાતમાં ભરોસો કરતા શીખવ્યું. તે મને શીખવ્યું કે, કઈ રીતે ગણિતનું એક સામાન્ય સૂત્ર પણ જીવનનો અર્થ સમજાવે છે અને હું તને વચન આપું છું કે મેં તારી પાસેથી રોજ કંઈક શીખીશ.

આગળ રિયાએ લખ્યું હતું કે, મને ખબર છે કે તું અત્યારે બહુ જ શાંતિપ્રિય જગ્યા પર હોઈશ. ચંદ્ર, તારાઓ અને ગૅલેક્સીએ મહાન ફિઝિસીસ્ટને હાથ ફેલાવીને આવકાર્યો હશે. ખુશી અને લાગણીઓથી ભરેલો માણસ છે તું. તું એક ખરતા તારાને પણ પ્રકાશિત કરી શકે છે અને હવે તું એક છે. હું તારી રાહ જોઈશે. હું ખરતા તારાની રાહ જોઈશ અને એની પાસે તને માંગીશ. એક સારા માણસમાં જે હોય એ બધું જ તારામાં હતું, મહાન અજાયબી જે દુનિયાએ જોઈ હતી. આપણો પ્રેમ વ્યક્ત કરવા માટે મારા શબ્દો પૂરતા નથી અને મને લાગે છે કે તું જ્યારે કહેતો કે આ આપણા બંનેના કાબુ બહારની વસ્તુ છે ત્યારે તું એકદમ સાચો હતો. તે ખુલ્લા દિલે બધાને પ્રેમ કર્યો અને હવે તે મને બતાવ્યું કે આપણો પ્રેમ ખરેખર વધુને વધુ ઝડપથી વધતો જાય છે. સુશી તને શાંતિ મળે. તને ગુમાવ્યાના 30 દિવસ પણ તને પ્રેમ કરવા માટે આખી જીંદગી.

આ પણ વાંચો: સુશાંતના નિધન બાદ અંકિતા લોખંડેએ અભિનેતાને આજે પહેલી વાર કર્યો યાદ

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. સુશાંતે છેલ્લા જે ફોન કર્યા તેમાં એક ફોન રિયા ચક્રવર્તીને પણ કર્યો હતો અને આ કેસના સંદર્ભમાં તેની પણ પુછપરછ કરવામાં આવી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput rhea chakraborty