Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતના નિધન બાદ અંકિતા લોખંડેએ અભિનેતાને આજે પહેલી વાર કર્યો યાદ

સુશાંતના નિધન બાદ અંકિતા લોખંડેએ અભિનેતાને આજે પહેલી વાર કર્યો યાદ

14 July, 2020 01:00 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સુશાંતના નિધન બાદ અંકિતા લોખંડેએ અભિનેતાને આજે પહેલી વાર કર્યો યાદ

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે (ડાબે), અંકિતા લોખંડેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીર (જમણે)

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે (ડાબે), અંકિતા લોખંડેએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરેલી તસવીર (જમણે)


અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને આજે એક મહિનો થયો છે. જોકે આ સમય દરમ્યાન અભિનેતાના ચાહકો તેને એક મિનિટ માટે પણ ભૂલી નથી શક્યા. સુશાંતની વિદાયથી સહુ કોઈ દુ:ખી છે. અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી અંકિતા લોખંડે પણ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બહુ દુ:ખી છે. આ એક મહિનામાં તે શૉકમાં રહી હોવાનું અનેક નજીકના લોકોનું કહેવું છે. પણ આખરે અંકિતાએ ચુપકીદી તોડી છે અને સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના એક મહિના બાદ સોશ્યલ મીડિયા પર તસવીર પોસ્ટ કરી છે. જે જોયા પછી ફૅન્સ અંકિતા લોખંડેને સ્ટ્રોન્ગ બનવાનું કહી રહ્યાં છે.

 
 
 
View this post on Instagram

CHILD Of GOD ?

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onJul 13, 2020 at 8:15pm PDT




અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના ઘરમાં ભગવાનના રૂમનો ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં એક દીવો પ્રગટાવેલો છે અને તેની પાસે સફેદ ફુલ પણ રાખ્યા છે. કૅપ્શનમાં ફક્ત ત્રણ જ શબ્દો લખ્યા છે, ચાઈલ્ડ ઓફ ગોડ.

આ પોસ્ટ જોયા પછી અંકિતાના ફૅન્સ તેને સ્ટ્રોન્ગ રહેવાની સલાહ આપી રહ્યાં છે. ફૅન્સ કહી રહ્યાં છે કે, તેઓ અંકિતાનું દુ:ખ સમજે છે અને તેની માટે પ્રાર્થના પણ કરી રહ્યાં છે. તો એક યુઝરે કહ્યું હતું કે, અંકિતા આજે પણ તેને મિસ કરે છે. પ્રથમ પ્રેમ હંમેશા પ્રથમ જ રહે છે.


આ પણ વાંચો: પ્રોડયુસર વિકાસ ગુપ્તાએ કહ્યુ, અંકિતા લોખંડેએ સુશાંતનો હંમેશા સાથ આપ્યો હતો

તમને જણાવી દઈએ કે, અંકિતા લોખંડે હંમેશા સોશ્યલ મીડિયા પર એક્ટિવ હોય છે. પણ સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેણે સોશ્યલ મીડિયા પર કંઈ જ પોસ્ટ કર્યું નહોતું. અભિનેતાના મૃત્યુના એક મહિના બાદ આજે અંકિતાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે. અંકિતાએ સુશાંતના નિધનના એક દિવસ પહેલાં ઈન્સ્ટાગ્રામ પર એક ટિકટૉક વીડિયો પોસ્ટ કર્યો હતો. જે તેની આખરી પોસ્ટ હતી.

સુશાંત સિંહ રાજપૂતની કહેવાતી ગર્લફ્રેન્ડ રેહા ચક્રવતી પણ અભિનેતાના નિધન પછી સોશ્યલ મીડિયા પર એક્ટિવ નહોતી. પરંતુ તેણે પણ તાજેતરમાં વોટ્સએપ પર ડીપી બલ્યો છે. જેમાં સુશાંત સિંહ રાજપૂત સાથેની તસવીર પોસ્ટ કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

14 July, 2020 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK