28 March, 2024 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અદિતિ રાવ હૈદરી તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે
અદિતિ રાવ હૈદરીએ તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે ચૂપચાપ લગ્ન કરી લીધાં હોવાની ચર્ચા છે. તાજેતરમાં જ તાપસી પન્નુએ તેના બૉયફ્રેન્ડ બૅડ્મિન્ટન પ્લેયર મથાયસ બો સાથે ઉદયપુરમાં ચૂપચાપ લગ્ન કરી લીધાં હોવાની ચર્ચા ચાલી હતી. અદિતિ અને સિદ્ધાર્થે તેલંગણના શ્રીરંગાપુરમાં આવેલા રંગનાથ સ્વામી મંદિરમાં ગઈ કાલે લગ્ન કર્યાં હોવાનુ જાણવા મળ્યું છે. એ લગ્નમાં માત્ર નજીકના પરિવારના સદસ્યો અને ખાસ મિત્રોએ હાજરી આપી હતી. અદિતિ અને સિદ્ધાર્થ પોતાની પર્સનલ લાઇફને સીક્રેટ રાખવા માગે છે. લગ્ન વિશે તેમના તરફથી હજી સુધી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. ૧૮મી સદીના આ મંદિરમાં અદિતિના નાના વર્ષોથી પૂજા કરતા આવ્યા છે એટલે નવજીવનની શરૂઆત આ મંદિરથી કરવી તેના માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે.