રેમો ડિસોઝાની પત્નીનું જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશન જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

06 July, 2019 11:46 AM IST  |  મુંબઈ

રેમો ડિસોઝાની પત્નીનું જબરદસ્ત ટ્રાન્સફૉર્મેશન જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

રેમો ડિસોઝા પત્ની લિઝેલ સાથે

સેલેબ્સ ફિટનેસને લઈને ઘણા સજાગ રહે છે. ખાસ કરીને સેલેબ્સને જોઈને એમના ફૅન્સ પણ એમનો ફોલો કરે છે. એવામાં પ્રખ્યાત ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની પત્નીએ કંઈક એવું કરી બતાવ્યું જેનાથી ઘણા લોકો ઈન્સ્પાયર થઈ ગયા છે.

ખરેખર રેમો ડિસોઝાની પત્ની લિઝેલ (Lizelle)એ અમેઝિંગ ટ્રાન્સફૉર્મેશન કર્યું છે. રેમોએ પોતે એની જાણકારી સોશિયલ મીડિયા પર આપી છે. રેમોએ પોતાની પત્નીની બે તસવીરનો કોલાજ બનાવીને ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. બન્ને તસવીરોમાં રેમા ડિસોઝાની પત્નીનું ફિટનેસ ટ્રાન્સફૉર્મેશન જોઈ શકાય છે.

રેમા આ પોસ્ટને શૅર કરતા લખે છે કે હવે આ ડેડિકેશન છે. તમારા પર ગર્વ છે. તમે સાબિત કરી દીધું કે કઈ પણ અસંભવ નથી. હંમેશા મને ઈન્સ્પાયર કરો છો અને પ્રેમ કરતી રહો. ટ્રાન્સફૉર્મેશન 7 નવેમ્બર 18થી 3 જૂન 2019.

આ પણ વાંચો : જામનગરમાં ભણેલા આ યુવકના ઈશારે નાચે છે આખું બોલીવુડ, જાણો અજાણી વાતો

તમને જણાવી દઈએ કે ડાયરેક્ટર-કોરિયોગ્રાફર રેમો ડિસોઝા હાલ પોતાની ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર થ્રી ડીની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની મહત્વની ભૂમિકા છે.

remo dsouza bollywood news