રાની મુખરજી બેન્ગૉલ ટાઇગ્રેસ છે : રેખા

16 March, 2023 04:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ટીમના દરેક ઍક્ટર અને ખાસ કરીને ડિરેક્ટરને અભિનંદન પાઠવું છું.

રેખા

રેખાએ હાલમાં જ રાની મુખરજીનાં વખાણ કર્યાં છે. તેની આગામી ફિલ્મ ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ના સ્ક્રીનિંગમાં રેખાએ હાજરી આપી હતી. આ ફિલ્મ જોયા બાદ રેખાએ કહ્યું કે ‘રાનીની ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ ખૂબ જ આનંદિત કરી નાખનારી હોવાની સાથે દિલ દુખાવનારી પણ છે. શરૂઆતથી જ આ​ ફિલ્મ તમને તમારી સીટ સાથે જકડીને રાખે છે. બેન્ગૉલ ટાઇગ્રેસનો અદ્ભુત પર્ફોર્મન્સ જોવાની ખૂબ જ મજા આવી છે. એક મમ્મી તેનાં બાળકો માટે જી-જાન લગાવીને લડે છે. આ ફિલ્મ દુનિયાભરના લોકોએ જોવી જોઈએ જેથી ‘મધર ઇન્ડિયા’ શું છે એ તેમને ખબર પડે. રાનીએ એક મમ્મીના પાત્ર માટે મા દુર્ગાની જેમ દરેક કામ કર્યું છે. તે તેના કામ દ્વારા સીધી દિલમાં બેસી જાય છે. હું ટીમના દરેક ઍક્ટર અને ખાસ કરીને ડિરેક્ટરને અભિનંદન પાઠવું છું. જિમ સર્ભે પણ ખૂબ જ અદ્ભુત કામ કર્યું છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood rekha rani mukerji upcoming movie