રેખાએ શું કામ અક્કીને કર્યો અવૉઇડ?

09 March, 2025 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવીનાએ એક સમયે રેખા પર લગાવ્યો હતો બૉયફ્રેન્ડ અક્ષય સાથે વધારે પડતી નિકટતા કેળવવાનો આરોપ

રેખા, અક્ષય કુમાર

બૉલીવુડમાં ફરી એક વખત અક્ષય કુમાર અને રેખા વચ્ચેના સંબંધોની ચર્ચા છે. હાલમાં એક અવૉર્ડ-ફંક્શનનો વિડિયો સામે આવ્યો છે, જેમાં રેખા અક્ષય કુમારને અવૉઇડ કરતી દેખાઈ રહી છે. આ વિડિયોમાં રેખા અન્ય સેલિબ્રિટીઝ સાથે વાતચીત કરતી જોવા મળે છે, પરંતુ અક્ષય કુમારને અવગણતી જોવા મળી હતી.

રેખા અને અક્ષય કુમારની વિવાદાસ્પદ રિલેશનશિપનો કિસ્સો ૧૯૯૬ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ખિલાડીઓં કે ખિલાડી’ના શૂટિંગથી શરૂ થયો હતો. આ ફિલ્મમાં અક્ષય અને રેખા મુખ્ય ભૂમિકામાં હતાં. એ સમયે રવીના ટંડન અને અક્ષય કુમાર રિલેશનશિપમાં હતાં અને ફિલ્મ દરમ્યાન અક્ષય અને તેનાથી ૧૩ વર્ષ મોટી રેખા વચ્ચે અફેર શરૂ થઈ ગયું હોવાની ચર્ચા હતી. રિપોર્ટ્‍સ અનુસાર રેખા અક્ષય માટે ઘરમાંથી ખાવાનું બનાવી લાવતી હતી અને પોતાના હાથે ખવડાવતી હતી.

કહેવામાં આવે છે કે રવીનાએ એ વખતે રેખાને અક્ષયથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. રવીનાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે શૂટિંગ વખતે રેખા જ અક્ષયને રીઝવવાની કોશિશ કરતી હતી, જ્યારે અક્ષયને રેખા સાથે કોઈ લેવાદેવા નહોતી.

આ ફિલ્મ પૂરી થયા પછી અક્ષય અને રેખા એકમેકથી દૂર થઈ ગયાં હતાં. જોકે અક્ષય અને રવીનાની રિલેશનશિપ પણ વધારે સમય ટકી નહોતી, કારણ કે અક્ષય કુમારના જીવનમાં શિલ્પા શેટ્ટીની એન્ટ્રી થઈ ગઈ હતી. જોકે શિલ્પાથી અલગ થયા પછી અક્ષયે તેની કો-સ્ટાર ટ્વિન્કલ ખન્નાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને ૨૦૦૧માં બન્નેએ લગ્ન કરી લીધાં હતાં.

જોકે રેખાએ ક્યારેય અક્ષય સાથેના તેના અફેર વિશે કોઈ નિવેદન કર્યું નથી.

rekha akshay kumar bollywood news bollywood events bollywood entertainment news