ગુજરાતી ગીતકાર સંજય છેલના `નિકમ્મા કર દિયા` ગીતનું શિલ્પા શેટ્ટીની ફિલ્મમાં રિક્રિએશન

18 May, 2022 08:24 PM IST  |  Mumbai | Nirali Kalani

શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દાસાની ફિલ્મ `નિકમ્મા` સિનેમામાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મ નિર્માતાઓએ 2002 માં રિલીઝ થયેલા હિટ ગીત `નિકમ્મા કિયા ઇસ દિલ ને` ગીતને રિક્રિએટ કર્યું છે.

શિલ્પા શેટ્ટી અને સંજય છેલ

મુંબઈ: શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દાસાની ફિલ્મ `નિકમ્મા` સિનેમામાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મ નિર્માતાઓએ 2002 માં રિલીઝ થયેલા હિટ ગીત `નિકમ્મા કિયા ઇસ દિલ ને` ગીતને રિક્રિએટ કર્યું છે, જેમાં એશા દેઓલ અને તુષાર કપૂર હતા.

મહત્વની વાત એ છે કે આ ગીત ગુજરાતી સંજય છેલે લખ્યું છે, જે એક લેખક, ગીતકાર અને ડિરેક્ટર છે. આ ગીતના રિક્રિએટના સંદર્ભે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે સંજય છેલ સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે,` જ્યારે મને આ અંગે જાણ થઈ કે `નિકમ્મા કર દિયા ઈસ દિલ ને..` ગીતનું રિક્રિએશન થઈ રહ્યું છે, ત્યારે મને નવાઈ લાગી હતી. આ સાથે જ આનંદ પણ થયો હતો. આશા છે કે નવું રિક્રિએશન પણ ધમાલ મચાવે અને લોકોને ખુબ પસંદ આવે.`

બૉલિવૂડ ફિલ્મ્સમાં અનેક જુના ગીતોનો રિક્રિએટ કરવામાં આવ્યાં છે. જેમ કે, `આંખ મારે એ લડકા..,` `તમ્મા તમ્મા..`, `ટીપ ટીપ બરસા પાની` જેવા અઢળક ગીતો રિક્રિએટ થઈ ચૂક્યા છે. જુના ગીતો રિક્રિએટ કરવાની ફરજ કેમ પડી રહી છે તેવો સવાલ કરતા સંજય છેલે જણાવ્યું હતું કે, `કેટલાક નવા ગીતો એટલા ચાલતાં નથી. નવા ગીતો વધારે ટકતાં નથી. ક્યાંકને ક્યાંક લોકો પર તેનો પ્રભાવ ઓછો પડે છે. તેથી ઘણીવાર આવું રિસ્ક લેવા કરતા જુના ગીતો જે ધમાલ મચાવી ચુક્યા છે, તેને રિક્રિએટ કરવા ફિલ્મ નિર્માતાઓને વધુ યોગ્ય લાગે છે. હિટ ગીતોને રિક્રિએટ કરવાથી તે ગીતો સફળ થવાની શક્યતા વધી જાય છે. `

મંગળવારે, `નિકમ્મા`નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેમાં આ ગીતના નવા વર્ઝનની ટૂંકી ઝલક જોવા મળી હતી. `નિકમ્મા` 2017ની તેલુગુ ફિલ્મ `મિડલ ક્લાસ અબ્બાય`ની રિમેક હોવાનું કહેવાય છે. ટ્રેલરમાં અભિનેતા અભિમન્યુ અભિનેત્રી શર્લી સેટિયા સાથે `નિકમ્મા કિયા ઇસ દિલ ને` ગીત પર ધૂમ મચાવતો જોવા મળે છે. આ ફિલ્મ 17 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે. 

bollywood news entertainment news shilpa shetty