વલ્ગૅરિટીનો સમાનાર્થી શબ્દ ભોજપુરી સિનેમા બની ગયો છે: રવિ કિશન

17 June, 2021 11:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રવિ કિશને ભોજપુરી ફિલ્મો અને ગીતોની વલ્ગર કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકતો પત્ર યુનિયન મિનિસ્ટર્સ અને ઉત્તર પ્રદેશ તથા બિહારના મુખ્ય પ્રધાનોને લખ્યો છે

રવિ કિશન

ગોરખપુરથી બીજેપીના સંસદસભ્ય રવિ કિશને ભોજપુરી ફિલ્મો અને ગીતોની વલ્ગર કન્ટેન્ટ પર પ્રતિબંધ મૂકતો પત્ર યુનિયન મિનિસ્ટર્સ અને ઉત્તર પ્રદેશ તથા બિહારના મુખ્ય પ્રધાનોને લખ્યો છે. તેણે માગણી કરી છે કે આ દિશામાં સખત કાયદાઓ ઘડવામાં આવે જેથી વલ્ગર કન્ટેન્ટ બંધ થાય. તેનું કહેવું છે કે ભોજપુરી ફિલ્મો અને ગીતોમાં પીરસવામાં આવતી વલ્ગર કન્ટેન્ટની યુવાઓ પર માઠી અસર પડે છે. એ વિશે રવિ કિશને કહ્યું હતું કે ‘આ લોકોને સારી કન્ટેન્ટ પીરસવી જોઈએ. ભોજપુરી ફિલ્મો અને ગીતોના માધ્યમથી વલ્ગૅરિટી દેખાડવામાં આવે છે એ બંધ થવું જોઈએ. મારું એવું માનવું છે કે સમય આવી ગયો છે કે હવે આપણે વલ્ગૅરિટી બંધ કરવી જોઈએ અને એ વાતની ખાતરી કરવી જોઈએ કે ભોજપુરી સિનેમાને એની ગુણવત્તા અને કન્ટેન્ટને કારણે ઓળખ મળે. આજે વલ્ગૅરિટીનો સમાનાર્થી શબ્દ ભોજપુરી સિનેમા બની ગયો છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips ravi kishan