ઘર હોય કે ઑફિસ, આજે પણ મહિલાઓ પર પુરુષો પોતાના વિચાર ઠોકી બેસાડે છે

10 April, 2024 06:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પિતૃપ્રધાન સમાજ પર પોતાના વિચાર વ્યક્ત કરતાં રવીના ટંડને કહ્યું...

રવીના ટંડન

રવીના ટંડનને લાગે છે કે આજે પણ મહિલાઓને ઘરમાં અને વર્કપ્લેસ પર પિતૃપ્રધાન સમાજનો સામનો કરવો પડે છે. રવીનાની ‘પટના શુક્લા’ હાલમાં ડિઝની + હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. એ ફિલ્મમાં તે લૉયર તન્વી શુક્લાના રોલમાં જોવા મળી રહી છે. પિતૃપ્રધાન સમાજ વિશે રવીના કહે છે, ‘આજે પણ દરેક મહિલાને પિતૃપ્રધાન સમાજનો સામનો કરવો પડે છે એ પછી ઘરમાં હોય કે પછી કામ પર હોય. ‘પટના શુક્લા’માં એ સમાજ વિશે દેખાડવામાં આવ્યું છે જે મહિલા પર પોતાના વિચાર ઠોકી બેસાડે છે અને એને તોડવામાં આવે છે. તન્વી એ વસ્તુને એક પડકાર તરીકે નથી માનતી. તે ન્યાય માટે લડત ચલાવે છે અને પિતૃપ્રધાન સમાજનાં બંધનને તોડે છે. હું ચાહું છું કે લોકો તન્વીનાં સાહસ, ઉમળકા અને સમર્પણને જીવનમાં ઉતારે; કારણ કે કોઈ પણ પડકાર હોય એ વધુ સમય સુધી ટકી ન શકે.’

raveena tandon entertainment news bollywood buzz bollywood news bollywood