રવીના ટંડનની દીકરી રાશા કરશે ફિલ્મોમાં એન્ટ્રી?

21 January, 2023 03:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં અજય દેવગન પણ હટકે રોલમાં દેખાવાનો છે

રવીના ટંડન

અભિષેક કપૂરની આગામી ફિલ્મમાં રવીના ટંડનની દીકરી રાશા ફિલ્મોમાં એન્ટ્રી કરવાની છે એવું જાણવા મળ્યું છે. આ ફિલ્મ દ્વારા અજય દેવગનનો ભત્રીજો અમન દેવગન પણ બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. ફિલ્મમાં અજય દેવગન પણ હટકે રોલમાં દેખાવાનો છે. અભિષેક કપૂર ઇન્ડસ્ટ્રીમાં નવા ચહેરાઓને લૉન્ચ કરવા માટે જાણીતો છે. તેણે સુશાંત​ સિંહ રાજપૂત, સારા અલી ખાન, રાજકુમાર રાવ અને ફરહાન અખ્તરને પણ લૉન્ચ કર્યાં હતાં. હવે અભિષેક કપૂરની નવી ફિલ્મમાં રાશા અને અમનની નવી જોડી જોવા મળશે.

entertainment news bollywood news raveena tandon ajay devgn