03 March, 2025 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પુરુષોના ટોળાએ મહાકુંભમાં સ્નાન વખતે કૅટરિના કૈફને ઘેરી લીધી અને રવીના ટંડન તેની દીકરી રાશા થડાણી સાથે
બૉલિવૂડ અભિનેત્રી કૅટરિના કૈફે 24 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. જ્યારે કૅટરિના ડૂબકી લગાવી રહી હતી, ત્યારે કેટલાક લોકો તેની આસપાસ ઉભા હતા અને તેનો વીડિયો રેકોર્ડ કરી રહ્યા હતા. હવે, આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. કૅટરિનાના કુંભમાં સ્નાનના વીડિયોને લઈને હવે અભિનેત્રી રવિના ટંડન પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
આ વીડિયોમાં, એક માણસ ગંગા નદીના કમર સુધીના પાણીમાં ઊભો છે અને વીડિયો રેકોર્ડ કરતી વખતે કહી રહ્યો છે, `આ હું છું, આ મારો ભાઈ છે અને આ કૅટરિના કૈફ છે!` આ પછી તેણે કૅમેરા અભિનેત્રી ફેરવે છે. તે સમયે, અભિનેત્રી સંગમમાં ડૂબકી લગાવી રહી હતી, તેની આસપાસ થઈ રહેલા ઘોંઘાટ અને લોકોની ભીડથી અજાણ હતી. આ વીડિયો જોઈને અભિનેત્રી રવિના ટંડન ગુસ્સે થઈ ગઈ. તેણે ટિપ્પણી કરી, `આ ઘૃણાસ્પદ છે.` આવા લોકો શાંતિપૂર્ણ અને અર્થપૂર્ણ ક્ષણ બગાડે છે.
વીડિયો જોયા પછી યુઝર્સ પણ ગુસ્સે થયા
આ વીડિયો જોયા પછી ઘણા લોકો ગુસ્સે થઈ ગયા છે. એકે લખ્યું, "આ જ કારણ છે કે સેલિબ્રિટીઓને VIP ટ્રીટમેન્ટની જરૂર હોય છે." બીજાએ લખ્યું: `આ ડરામણું છે.` લોકો આટલા બેશરમ કેવી રીતે હોઈ શકે! વધુ એકે લખ્યું, "પછી લોકો જ પ્રશ્ન કરે છે કે VIP ઘાટ કેમ બનાવવામાં આવ્યો છે?"
કૅટરિના સેંકડો લોકોની ભીડથી ઘેરાયેલી હતી
અગાઉ, સંગમ ઘાટ પરથી એક ડ્રોન વીડિયો સામે આવ્યો હતો, જેમાં સેંકડો લોકો કૅટરિનાને ઘેરી લેતા જોવા મળ્યા હતા જ્યારે તે તેની સાસુ સાથે સંગમમાં સ્નાન કરતી હતી અને પૂજા કરતી હતી. સુરક્ષા અધિકારીઓની એક ટીમે ભીડને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો. જોકે, કૅટરિનાએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વિધિ મુજબ પૂજા કરવાનું ચાલુ રાખ્યું હતું.
કૅટરિના કૈફે તાજેતરમાં મહાકુંભમાં હાજરી આપી હતી અને હવે તે ઑસ્ટ્રિયાના એક મેડિકલ રિસૉર્ટમાં પહોંચી ગઈ છે. હાલમાં કૅટરિનાએ સોશ્યલ મીડિયા પર પોતાની અને રિસૉર્ટની સુંદર તસવીરો શૅર કરી છે. કૅટરિનાએ ઇન્સ્ટાગ્રામ પર ઑસ્ટ્રિયાની જે તસવીરો શૅર કરી છે એમાં બરફીલી પહાડીઓ અને તળાવની ઝલક જોવા મળે છે. આ તસવીરો સાથે કૅટરિનાએ કૅપ્શન લખી છે, ‘આ જગ્યાની અદ્ભુત શાંતિ અને સુંદરતા મને હંમેશાં આશ્ચર્યચકિત કરે છે. તળાવમાં બરફ પીગળવાના અવાજ સાથે બરફથી ઢંકાયેલા પહાડની સહેલ. સમય ખરેખર સ્થિર થઈ જાય છે અને મને આવી સ્પષ્ટ પળોની મજા માણવાનું ગમે છે. આ જાદુઈ અનુભવ છે.’