જયેશભાઈને જોરદાર બનાવવા રત્ના પાઠકની એન્ટ્રી

30 January, 2020 11:54 AM IST  |  Mumbai

જયેશભાઈને જોરદાર બનાવવા રત્ના પાઠકની એન્ટ્રી

રત્ના પાઠક

રણવીર સિંહની ‘જયેશભાઈ જોરદાર’ને વધુ જોરદાર બનાવવા માટે એની ટીમમાં હવે રત્ના પાઠકને પસંદ કરવામાં આવી છે. ગુજરાત પર આધારિત આ ફિલ્મમાં જયેશભાઈનું ગુજરાતી પાત્ર રણવીર ભજવી રહ્યો છે. તેના પપ્પાનું પાત્ર બમન ઇરાની ભજવી રહ્યાં છે અને હવે મમ્મીના પાત્ર માટે રત્ના પાઠકને પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ માટે રણવીરે તેનું ઘણું વજન ઉતાર્યું છે અને ગુજરાતી બોલી પર પણ ખૂબ જ મહેનત કરી છે. 

મહિલા સશક્તીકરણ પર આધારિત આ ફિલ્મ યશરાજ ફિલ્મ્સ હેઠળ બની રહી છે જેને મનીષ શર્મા પ્રોડ્યુસ કરી રહ્યો છે. રત્ના પાઠકને પસંદ કરવા વિશે મનીષે કહ્યું હતું કે ‘અમારી ‘જયેશભાઈ જોરદાર’માં રત્ના પાઠકને પસંદ કરવી એ અમારા માટે અમુલ્ય ઍડિશન છે. લાઇફને ટ્વિસ્ટ દ્વારા ઇન્ટરેસ્ટિંગ બનાવતી આ ફિલ્મમાં રત્ના પાઠકજીને દિવ્યાંગ ઠક્કર ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં તેઓ રણવીરની મમ્મીનું પાત્ર ભજવી રહ્યાં છે અને તેમની વચ્ચેના કેટલાક દૃશ્યો ખૂબ જ પાવરફુલ છે.’

‘જયેશભાઈ જોરદાર’ની સ્ક્રિપ્ટ વિશે વાત કરતાં રત્ના પાઠકે કહ્યું હતું કે ‘થોડા મહિના પહેલાં એક યુવાન ઍક્ટર દિવ્યાંગ મારી પાસે સ્ક્રિપ્ટ લઈને આવ્યો હતો.

આ પણ વાંચો : અતરંગી રેમાં સારા અને ધનુષ સાથે જોવા મળશે અક્ષયકુમાર

ઍક્ટર ફિલ્મ બનાવી રહ્યો હોવાથી હું સ્ક્રિપ્ટ વાંચતી વખતે થોડી ચિંતિંત હતી, પરંતુ અંત સુધીમાં હું ખૂબ જ અચંબામાં પડી ગઈ હતી. ફિલ્મને વાંચતી વખતે પણ હું ખૂબ જ એન્ટરટેઇન થઈ હતી. આ ફિલ્મમાં મૅસેજ તો છે, પરંતુ સાથે જ એમ એક દિલ પણ છુપાયેલું છે. ફિલ્મની સ્ટોરી ખૂબ જ અદ્ભુત છે અને એને ખૂબ જ સ્માર્ટલી કહેવામાં આવી છે. આ ફિલ્મમાં તમામ પાત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને એ તમામ માટે અદ્ભુત કાસ્ટને પસંદ કરવામાં આવી હોવાથી કિલર કોમ્બિનેશન બન્યું છે. આ ફિલ્મમાં જે વિશે વાત કરવામાં આવી છે એ ઇશ્યુ મારા દિલની ખૂબ જ નજીક છે અને મને વિશ્વાસ નથી થતો કે એને આ રીતે કહેવામાં
આવી રહ્યું છે. બમન સાથે ફરી અને રણવીર સાથે પહેલી વાર કામ કરવાથી મને એક આર્ટિસ્ટ તરીકે ખૂબ જ સંતોષ મળી રહ્યો છે, પરંતુ મારા માટે સૌથી મહત્વની વાત છે કે એક યુવાન ટીમ ખૂબ જ સારા ઉત્સાહથી આ ફિલ્મને જે રીતે બનાવવી જોઈએ એટલી જ સારી રીતે બનાવી રહી છે. દિવ્યાંગ અને તેની ગૅન્ગને આ ફિલ્મ બનાવવા માટે ઘણી શુભેચ્છા અને તેનામાં વિશ્વાસ કરવા માટે હું મનીષ અને યશરાજનો આભાર માનું છું. મને ખાતરી છે કે દર્શકોને એક સ્પેશ્યલ ફિલ્મ જોવા મળશે.’

ratna pathak ranveer singh bollywood news entertaintment