અતરંગી રેમાં સારા અને ધનુષ સાથે જોવા મળશે અક્ષયકુમાર

Published: Jan 30, 2020, 11:54 IST | Harsh Desai | Mumbai

આનંદ. એલ. રાયનું કહેવું છે કે તેનું પાત્ર સ્પેશ્યલ છે અને તેના જેવો રિસ્ક લેનાર વ્યક્તિ જ એ ભજવી શકે છે

અતરંગી રે
અતરંગી રે

આનંદ એલ. રાયની ‘અતરંગી રે ’માં ધનુષ અને સારા અલી ખાનની સાથે અક્ષયકુમારને પસંદ કરવામાં આવ્યો છે. તેમનું નામ ઘણાં સમયથી ચર્ચામાં હતુ, પરંતુ હવે એ ફાઇનલ થઈ ગયું છે. આનંદ એલ. રાય ઘણા અવનવા વિષય પર ફિલ્મો બનાવે છે અને હવે એવા જ એક વિષય પરથી તેઓ ‘અતરંગી રે’ લઈને આવ્યાં છે. આ ફિલ્મનું શૂટિંગ પહેલી માર્ચથી શરૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં અક્ષયનું પાત્ર ખૂબ જ સ્પેશ્યલ છે. આ વિશે આનંદ એલ. રાયે કહ્યું હતું કે ‘અક્ષયકુમાર જેવા સિક્યોર ઍક્ટર જ આ પ્રકારનું પાત્ર ભજવી શકે છે. તે સતત અવનવી ફિલ્મો કરી રહ્યો છે અને તે હંમેશાં ચૅલેન્જ માટે તૈયાર રહે છે. આ પાત્ર માટે ચોક્કસ મેચ્યોરિટી હોવી જરૂરી છે અને ફક્ત રિસ્ક લેનાર વ્યક્તિ જ એ ભજવી શકે છે.’

આ ફિલ્મમાં એ.આર. રહમાન મ્યુઝિક આપશે. તેમ જ આ ફિલ્મ આનંદ એલ. રાયના દિલની ખૂબ જ નજીક છે. આ ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર ધનુષ અને સારા અલી ખાનની જોડી પહેલી વાર સાથે જોવા મળશે. આ વિશે આનંદ એલ. રાયે કહ્યું હતું કે ‘તેમની જોડી ઇન્ટરેસ્ટિંગ હોવાની સાથે એક્સાઇટિંગ પણ રહેશે. આ જોડી સ્ક્રીન પર એક નવી જ ફ્રેશનેશ લઈને આવશે.’
આનંદ એલ. રાયની ફિલ્મમાં પહેલી વાર કામ કરવા વિશે અક્ષયકુમારે કહ્યું હતું કે ‘આનંદ એલ. રાયની સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. તેઓ જે રીતે તેમની સ્ટોરી કહે છે એનો હું હંમેશાંથી પ્રશંસક રહ્યો છું. તેમણે જ્યારે સ્ટોરી મને નરેટ કરી હતી ત્યારે દસ મિનિટની અંદર મેં ફિલ્મ માટે હા પાડી દીધી હતી.

આ પણ જુઓ : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

હું મારી અન્ય ફિલ્મોના શૂટિંગ માટે જેટલા દિવસ લઉં છું એટલા દિવસ મને આ ફિલ્મ માટે નહીં જોઈશે. જોકે આ એક એટલું સ્પેશ્યલ પાત્ર છે જેને હું ના નહીં શક્યો અને મારી લાઇફમાં હું હંમેશાં એને યાદ રાખીશ. સારા અને ધનુષ સાથેનું મારું કોમ્બિનેશન ફિલ્મના ટાઇટલ ‘અતંરગી રે’ને બિલકુલ મળતું આવે છે. આનંદ તેની સ્પેશ્યલ અને સિમ્પલ સ્ટોરી ટેલિંગ દ્વારા આ ફિલ્મમાં તેનો જાદૂ રેલાવશે. મેં આગળ કહ્યું એમ આ એવી ફિલ્મ નથી જેને હું ના પાડી શકું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK