વૅક્સિન લીધા બાદ લોકોને પણ એના માટે પ્રેરિત કર્યા રસિકા દુગ્ગલે

07 May, 2021 01:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બહાદુર ફ્રન્ટલાઇન વર્કર્સ, બીએમસી અને નાયર હૉસ્પિટલનો ખૂબ આભાર કે જેમણે આખી પ્રક્રિયા ખૂબ સહજ બનાવી દીધી હતી. પહેલી વખત આ અઠવાડિયે મને આશા દેખાઈ છે. એમ કહી શકાય કે આ યોગ્ય સાઇડ ઇફેક્ટ્સ છે.’

રસિકા દુગ્ગલ

રસિકા દુગ્ગલે વૅક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ લોકોને પણ પ્રોત્સાહન આપ્યું છે. દેશમાં ૧૮ વર્ષની ઉપરના લોકોને વૅક્સિન આપવાનું શરૂ થયું છે. અનેક લોકો એનો લાભ લઈ રહ્યા છે. રસિકાએ પણ વૅક્સિન લઈને ફ્રન્ટલાઇન વર્કર્સની પ્રશંસા કરી છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રસિકાએ કૅપ્શન આપી હતી કે ‘અને ફાઇનલી હું ૧૮ વર્ષની થઈ ગઈ છું. વૅક્સિનનો પહેલો ડોઝ લઈ લીધો છે. જો તમે અત્યાર સુધી રજિસ્ટ્રેશન ન કર્યું હોય તો કરાવી લો. મને એના માટે અપૉઇન્ટમેન્ટ લેવામાં ઘણા પ્રયાસ કરવા પડ્યા હતા (મુકુલ ચઢ્ઢાએ ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ તરીકે કામ કરીને મારી મદદ કરી હતી). એક વખત જો તમે સેન્ટર પર પહોંચી જાઓ તો બધુ સહેલાઈથી પાર પડે છે. બહાદુર ફ્રન્ટલાઇન વર્કર્સ, બીએમસી અને નાયર હૉસ્પિટલનો ખૂબ આભાર કે જેમણે આખી પ્રક્રિયા ખૂબ સહજ બનાવી દીધી હતી. પહેલી વખત આ અઠવાડિયે મને આશા દેખાઈ છે. એમ કહી શકાય કે આ યોગ્ય સાઇડ ઇફેક્ટ્સ છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news