રિલેશનશિપ સ્ટેટસને મિસ્ટરી બનાવીને રાખ્યાં છે ચંદને

20 November, 2022 05:11 PM IST  |  Mumbai | Harsh Desai

તે ખૂબ શાંત સ્વભાવનો છે અને તેને ચોખ્ખાઈ ખૂબ ગમે છે

ચંદન રૉય સાન્યાલે

ચંદન રૉય સાન્યાલે ૨૦૦૬માં ‍આવેલી ‘રંગ દે બસંતી’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. જોકે તેને ખરી ઓળખ ૨૦૦૯માં આવેલી ‘કમીને’ દ્વારા મળી હતી. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ બૉબી દેઓલ સાથેની વેબ-સિરીઝ ‘આશ્રમ’ દ્વારા તેની લોકપ્રિયતામાં એક અલગ જ વધારો જોવા મળ્યો હતો. તે હાલમાં ભોપાલમાં ‘પટના શુક્લા’નું શૂટિંગ કરી રહ્યો છે જેમાં તે વકીલની ભૂમિકામાં જોવા મળશે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
શાંત સ્વભાવનો, ફની, હેલ્પફુલ, પ્રાણીઓને પ્રેમ કરનારો અને મહેનતુ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
છોલે ભટુરેથી ચહેરા પર સ્માઇલ આવી જાય છે અને એ જ સ્માઇલ સાપને જોતાં નીકળી જાય છે. ટૂંકમાં, એનાથી ડર લાગે છે.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું ટ્રાવેલિંગમાં સૌથી વધુ પૈસા ખર્ચ કરું છું.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
કાઇન્ડનેસ દેખાડો તો મારું અટેન્શન ઑટોમૅટિક એ વ્યક્તિ તરફ જશે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
લોકો મને એક આર્ટિસ્ટ, સિરિયસ આર્ટિસ્ટ દ્વારા ઓળખે એવી મારી ઇચ્છા છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ?
એક ફૅને મારું પૉર્ટ્રેટ બનાવીને મને મોકલ્યું હતું અને મને તેનું આ જેસ્ટર ખૂબ સ્વીટ લાગ્યુ હતું.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
મારી યુ​ઝલેસ ટૅલન્ટ સફાઈ રાખવાનું છે. મને બધું ચોખ્ખું જોઈએ.

પહેલી જૉબ કઈ હતી?
હું કૉલેજમાં હતો ત્યારે એક્સ્ટ્રા પૈસા કમાવા માટે વ્હર્લપૂલના વૉશિંગ મશીન વેચતો હતો.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવી રાખ્યાં હોય?
મારા મૅનેજરે મને એક ટીશર્ટ ગિફ્ટ કર્યું હતું એ હજી પણ મારી પાસે છે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મને નથી લાગતું કે મેં કોઈ ડૅરિંગવાળું કામ કર્યું હોય, પરંતુ હું સ્કૂલમાં હતો ત્યારે એક છોકરીને પ્રેમ કરતો હતો અને તેના ઘરે હું બપોરે કૉલ કરતો હતો. તે હંમેશાં નર્વસ રહેતી હતી, તેના ઘરે કૉલ કરતો હોવાથી.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
મારું રિલેશનશિપ સ્ટેટસ હજી પણ એક મિસ્ટરી છે.

entertainment news bollywood news