જ્યારે થઈ હતી રણબીર અને રણવીરની મુલાકાત.....

19 July, 2019 05:48 PM IST  |  મુંબઈ

જ્યારે થઈ હતી રણબીર અને રણવીરની મુલાકાત.....

જ્યારે થઈ હતી રણબીર અને રણવીરની મુલાકાત.

રણવીર સિંહ અને દીપિતા પાદુકોણ બોલીવુડના બેસ્ટ કપલ્સમાંથી એક છે. બંનેએ 6 વર્ષ એકબીજાને ડેટ કર્યું અને 2018માં લગ્ન કરી લીધા. રણવીર સિંહ અનેક વાર કહી ચુક્યા છે કે દીપિકાને ઈમ્પ્રેસ કરવા માટે તેમને કેટલી મહેનત કરવી પડી હતી. ત્યાં સુધી કે રણવીર, દીપિકાને સરપ્રાઈઝ આપવા માટે ફિલ્મના સેટ પર પહોંચી જતા હતા.

રણવીર સિંહનો એક ફોટો સામે આવ્યો છે જે એ વાતનો પુરાવો છે કે તે દીપિકાને મળવા માટે તેની ફિલ્મના સેટ પર જતા હતા. આ ફોટો કોરિયોગ્રાફર બોસ્કોએ પોતાના ઈંસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. બોસ્કોની આ તસવીરમાં રણવીર સિંહ નજર આવી રહ્યા છે. મહત્વની વાત એ છે આ ફોટોમાં રણવીર સિંહની સાથે રણબીર કપૂર પણ નજર આવી રહી છે. જો કે તેમાં દીપિકા નથી.

આ પણ જુઓઃ જુઓ ઓન સ્ક્રીન સીધી સાદી દેખાતી ભૂમિ પેડનેકરના સિઝલિંગ ફોટોસ

તસવીરમાં ચાર લોકો જોવા મળી રહ્યા છે અને ખૂબ જ મસ્તીના મૂડમાં છે. આ ફોટોને શેર કરતા બોસ્કોએ લખ્યું છે કે, ‘This ones for real ❤️#throwback #corsica #tamasha’।

ranveer singh ranbir kapoor deepika padukone bollywood news