અજિંક્ય રહાણેને શુભેચ્છા આપી રણવીર સિંહે

09 April, 2021 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત આજથી થઈ છે

રણવીર સિંહ, અજિંક્ય રહાણે

રણવીર સિંહે આવનારી ટુર્નામેન્ટ માટે ક્રિકેટર અજિંક્ય રહાણેને શુભેચ્છા આપી છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત આજથી થઈ છે. ભારતમાં ૩૦ એપ્રિલ સુધી આ ટુર્નામેન્ટ આયોજિત થવાની છે. ગયા વર્ષે કોરોનાને જોતાં આઇપીએલ દુબઈમાં રાખવામાં આવી હતી. આ વર્ષે હવે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, અમદાવાદ, બૅન્ગલોર અને કલકત્તામાં મૅચ થવાની છે. અજિંક્ય રહાણે સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રણવીરે કૅપ્શન આપી હતી કે ‘ઑલ ધ બેસ્ટ ફૉર ધ ટુર્નામેન્ટ, ચૅમ્પ.’

entertainment news bollywood bollywood news bollywood gossips ranveer singh ajinkya rahane