83 માટે કોઈ કચાશ છોડવા નથી માગતો રણવીર સિંહ

26 May, 2019 11:26 AM IST  | 

83 માટે કોઈ કચાશ છોડવા નથી માગતો રણવીર સિંહ

રણવીર સિંહ કપિલ દેવ સાથે

રણવીર સિંહ ‘83’ માટે કોઈ કસર છોડવા નથી માગતો. ૧૯૮૩માં ભારત પહેલી વાર ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યું હતું. ઇતિહાસની એ ઘટનાને દેખાડતી આ ફિલ્મમાં રણવીર ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવશે. એ માટે રણવીર ૧૦ દિવસ કપિલ દેવના ઘરે રોકાયો હતો.

કપિલ દેવ સાથે વિતાવેલા સમયના એ યાદગાર ફોટોને રણવીર સિંહે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા. ફોટોમાં તે કાઉચ પર બેસીને કપિલ દેવની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો છે. સાથે જ એવું લાગે છે કે ફિલ્મમાં તે કોઈ ખામી રાખવા નથી માગતો અને એથી જ તેમની વાતોને પણ તે બુકમાં નોંધી રહ્યો છે. આ ફિલ્મને કબીર ખાન ડિરેક્ટ કરી રહ્યો છે. ૨૦૨૦માં આ ફિલ્મ રિલીઝ થશે.

 

kapil dev ranveer singh bollywood news bollywood gossips gujarati mid-day