દીપિકા અને રણવીરની 7 વર્ષ જૂની તસવીર થઈ વાયરલ, જુઓ સેલેબ્સના રિએક્શન

14 October, 2019 02:53 PM IST  |  મુંબઈ ડેસ્ક

દીપિકા અને રણવીરની 7 વર્ષ જૂની તસવીર થઈ વાયરલ, જુઓ સેલેબ્સના રિએક્શન

દીપિકા, રણવીર સિંહ

આ વાત તો બધાંને ખબર છે કે 7 વર્ષ પહેલા સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા'ના સેટ પર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો. જો કે, તેમણે પોતાના સંબંધો ઘણાં સમય સુધી છુપાવ્યા. તે છતાં બન્નેના સંબંધો કોઇનાથીએ છુપાયેલા તો નહોતાં જ. આ બન્ને એકબીજાના પ્રેમમાં મસ્ત હતા અને આ જ કારણ હતું કે બન્નેના એકાએક લગ્નના સમાચાર આવ્યા તેનાથી કોઇને પણ અચંબો થયો નહીં. દીપિકા અને રણવીરે પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ગયા વર્ષે 14 નવેમ્બરના ઇટલીમાં લગ્ન કર્યા હતા.

 

રણવીરે શૅર કરી તસવીર
હવે રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રવિવારે પોતાની અને દીપિકાની એક તસવીર શૅર કરી છે જે લગભગ સાત વર્ષ જૂની છે અને ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા રામ-લીલા'ના સેટની છે. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીર પર કેટલાય સિતારાઓ અને તેમની સાથે દીપિકાએ પણ કોમેન્ટ કરી છે. દીપિકાએ પોતાના કોમેન્ટમાં લખ્યું, "અને સાત વર્ષમાં કંઇ નથી બદલાયું."

આ પણ વાંચો : નીરવ બારોટ અંધ વિદ્યાર્થિનીઓની શાળામાં નવરાત્રિ કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક

વર્કફ્રન્ટની વાત કરીએ તો દીપિકા અને રણવીર ફરી એકવાર પડદા પર સાથે દેખાવાના છે. બન્ને હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ '83'ની શૂટિંગમાં વ્યસ્ત છે. તો, '83' સિવાય દીપિકા 'છપાક'માં પણ સાથે દેખાશે, જેની શૂટિંગ તાજેતરમાં જ પૂરી થઈ ચૂકી છે.

ranveer singh deepika padukone bollywood ram leela bollywood news bollywood gossips