રણવીર સિંહની બૉડી જોઇ ચોંક્યો અનિલ કપૂર, કહ્યું આવું....

16 October, 2019 07:37 PM IST  |  મુંબઈ ડેસ્ક

રણવીર સિંહની બૉડી જોઇ ચોંક્યો અનિલ કપૂર, કહ્યું આવું....

રણવીર સિંહ

રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણે તાજેતરમાં જ કહ્યું કે રણવીર જે પાત્ર ભજવે છે તેમાં સંપૂર્ણપણે પાત્રમાં લીન થઈ જાય છે. દીપિકાએ કદાચ સાચું જ કહ્યું હતું, કારણકે રણવીર સિંહની જે તસવીર સામે આવી છે તેનાથી કંઇક એવું જ લાગે છે. રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શૅર કરી છે જેમાં તેની બૉડી જોવા લાયક છે. આ તસવીરમાં રણવીરની બૉડી 'બાહુબલી'થી ઓછી નથી લાગી રહી. તસવીર શૅર કરતા રણવીરે લખ્યું છે, "આયા પોલીસ!!! આ કૅપ્શન સાથે તેમણે ડાયરેક્ટર રોહિત શેટ્ટીને ટેગ કર્યો છે."

મહત્વનું છે કે રણવીરે તાજેતરમાં '83' શૂટિંગ પૂરી છે. ટૂંક સમયમાં તે અક્ષય કુમાર સાથે 'સૂર્યવંશી'માં જેવા મળશે. આ ફિલ્મમાં જો કે તેનું ગેસ્ટ અપીયરેન્સ હશે. એક્ટરની બૉડી જોઇને ફેન્સ તો ઠીક પણ કેટલાય સ્ટાર્સ પણ ચોંકી ગયા છે. બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસે તો એક જ કોમેન્ટ ત્રણ વાર કરી છે. તો અનિલ કપૂરે પણ રણવીરની બૉડી જોઇને સરસ કોમેન્ટ કરી છે. અનિલે કોમેન્ટ કરતાં લખ્યું છે, "યે બૉડી મુઝે દે દે ઠાકુર...મુઝે દે દે"

આ પણ વાંચો : ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

રણવીર હંમેશા પોતાની તસવીરો અને ડ્રેસિંગ સ્ટાઇલને લઈને મોટા ભાગે ચર્ચામાં રહેતો હોય છે. તાજેતરમાં જ 'રામલીલા'ના સેટની એક તસવીર પોસ્ટ કરી હતી જેમાં દીપિકા પાદુકોણ નિહાળતો જોવા મળે છે. આ તસવીર પર તેની પત્ની દીપિકાએ પણ તેની મજાક પણ કરી છે.

anil kapoor ranveer singh bollywood jacqueline fernandez bollywood news bollywood events bollywood gossips