હાઈ-પ્રોફાઇલ બર્થ-ડે પાર્ટીમાં રણવીર સિંહ અને સંજય દત્તનો જબરદસ્ત આરી-આરી ડાન્સ

31 March, 2026 10:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિઝનેસમૅન મોહિત કમ્બોજની દીકરી મિશ્કા કમ્બોજના જન્મદિવસની પાર્ટીમાં બન્ને માત્ર હાજર જ નહોતા રહ્યા પણ પાર્ટીમાં મોજમસ્તી કરીને આખી મહેફિલ જ જીતી લીધી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતા હવે માત્ર બૉક્સ-ઑફિસ સુધી મર્યાદિત રહી નથી, સોશ્યલ મીડિયા પર પણ છવાઈ ગઈ છે. આ જ ઉત્સાહ વચ્ચે રણવીર સિંહ અને સંજય દત્ત ફિલ્મની બ્લૉકબસ્ટર સફળતા બાદ પ્રથમ વખત જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં એક હાઈ-પ્રોફાઇલ બર્થ-ડે પાર્ટીમાં બન્નેએ પોતાની હાજરીથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બિઝનેસમૅન મોહિત કમ્બોજની દીકરી મિશ્કા કમ્બોજના જન્મદિવસની પાર્ટીમાં બન્ને માત્ર હાજર જ નહોતા રહ્યા પણ પાર્ટીમાં મોજમસ્તી કરીને આખી મહેફિલ જ જીતી લીધી. તેમણે ફિલ્મના હિટ ટ્રૅક ‘આરી-આરી’ પર અચાનક ડાન્સ કરીને મહેમાનોને ખુશ કરી દીધા હતા. આ વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને ફૅન્સ બન્ને સ્ટાર્સની કેમિસ્ટ્રીને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ પાર્ટીમાં હાજર રહેલા સ્ટાર્સના ગ્રુપ-ફોટોમાં શાહરુખ ખાનની હાજરી પણ જોવા મળે છે.

dhurandhar ranveer singh sanjay dutt viral videos entertainment news bollywood bollywood news social media Shah Rukh Khan