રણવીરે લૉન્ચ કર્યું ડીએસપીનું ગીત

05 October, 2022 12:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણવીર સિંહે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક ડિરેક્ટર દેવી શ્રી પ્રસાદનું પહેલું હિન્દી ગીત ‘ઓ પરી’ લૉન્ચ કર્યું છે

રણવીર સિંહ સાથે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક ડિરેક્ટર દેવી શ્રી પ્રસાદ

રણવીર સિંહે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક ડિરેક્ટર દેવી શ્રી પ્રસાદનું પહેલું હિન્દી ગીત ‘ઓ પરી’ લૉન્ચ કર્યું છે. આ ગીતનાં સિગ્નેચર સ્ટેપ પણ કર્યાં હતાં. આ ગીતને તેલુગુ, તામિલ, કન્નડ અને મલયાલમમાં પણ રિલીઝ કરવામાં આવશે. ‘ઓ પરી’ લૉન્ચ કરતી વખતે રણવીર સિંહે કહ્યું કે ‘મારા માટે આ સન્માનની વાત છે કે મને રૉકસ્ટાર ડીએસપીના ગીતને લૉન્ચ કરવાની તક મળી છે. અમને બન્નેને સંગીતમાં એકસમાન ઇન્ટરેસ્ટ છે. આ ગીતનું હૂક સ્ટેપ મને પસંદ છે અને એની બીટ પણ કૅચી અને શાનદાર છે.’

તો બીજી તરફ રણવીરની પ્રશંસા કરતાં દેવી શ્રી પ્રસાદે કહ્યું કે ‘રણવીર અદ્ભુત વ્યક્તિ છે. અમારું બૉન્ડિંગ પણ સ્પેશ્યલ છે. આ ટ્રૅકને સપોર્ટ આપવા બદલ તેનો આભાર.’

entertainment news bollywood bollywood news ranveer singh