`ઈસ સે બચો દોસ્તો` રણવીર સિંહે કોનાથી બચવા માટેની આપી સલાહ?

19 April, 2024 06:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આમિર ખાનથી માંડીને રણવીર સિંહ સુધી, જુદાં જુદાં સેલિબ્રિટીઝના આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ઉર્ફે AI દ્વારા બનાવવામાં આવેલા ડીપફેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. રણવીર સિંહે પોતાના ડીપફેક વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

રણવીર સિંહ

હાલ બૉલિવૂડ એક્ટર્સ જુદા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને આ સમસ્યાનું નામ છે ડીપફેક વીડિયો. આમિર ખાનથી માંડીને રણવીર સિંહ સુધી, જુદાં જુદાં સેલિબ્રિટીઝના આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ ઉર્ફે AI દ્વારા બનાવવામાં આવેલા ડીપફેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. રણવીર સિંહે પોતાના ડીપફેક વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

રણવીર સિંહે કર્યું ટ્વીટ
Ranveer Singh Reacts: લોકસભા ચૂંટણી 2024નું બ્યૂગલ ફૂંકાઈ ગયું છે. થોડાક સમય પહેલા જ ચૂંટણી રાજનૈતિક લાભ માટે આમિર ખાનનો AI વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો વાયરલ થયો અને એક્ટરે પોતે સામે આવીને જણાવવું પડ્યું કે આ વીડિયો ફેક છે. હવે રણવીર સિંહે પણ આવું જ કર્યું છે. રણવીર સિંહ તાજેતરમાં વારાણસી ગયા હતા. અહીંથી સામે આવેલા તેના વીડિયોનું ડીપફેક વર્ઝન બનાવીને સોશિયલ મીડિયા પર નાખી દેવામાં આવ્યું છે.

રણવીર, વારાણસીમાં નમો ઘાટ પર બનારસી કાપડના પ્રચાર પ્રસાર માટે ગયો હતો. અહીં તેણે નૌકા વિહાર દરમિયાન મીડિયા સાથે પણ વાતચીત કરી. પછીથી તેના આ વીડિયોનું ડીપફેક વર્ઝન બનાવવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર છવાયેલા આ વીડિયોમાં રણવીર સિંહને વીડિયોમાં એક પાર્ટીના પક્ષમાં પ્રચાર કરતો બતાવવામાં આવી રહ્યો છે. હવે આ ડીપફેક વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા રણવીર સિંહે  ટ્વીટ કર્યું છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, "ડીપ ફેક સે બચો દોસ્તો." (Ranveer Singh Reacts)

શું છે ફેક- શું રિયલ?
મૂળ વીડિયોની વાત કરીએ તો રણવીર સિંહ અને કૃતિ સેનન થોડા દિવસો પહેલા વારાણસી પહોંચ્યા હતા. બંનેએ ગંગા કિનારે નમો ઘાટ ખાતે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં મોડલિંગ કર્યું હતું. રેમ્પ વોક કરતા પહેલા કૃતિ સેનન અને રણવીર સિંહ વિશ્વનાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા હતા.

Ranveer Singh Reacts: રણવીર સિંહે મીડિયા સાથે બનારસ શહેર અને કાશીનો પોતાનો આધ્યાત્મિક અનુભવ શેર કરતી વખતે પોતાના મનની વાત કરી. કોઈએ આ વીડિયોનું ડીપ ફેક વર્ઝન બનાવ્યું છે. વીડિયો સાથે અવાજનું મિશ્રણ કરીને ચોક્કસ પક્ષની તરફેણમાં વસ્તુઓ સહિતનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. હવે રણવીર સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેનો વાયરલ વીડિયો ફેક છે. તેણે ફેન્સને ડીપ ફેકથી દૂર રહેવાનો સંદેશ પણ આપ્યો છે. આ પહેલા પણ આમિર ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો. ચૂંટણી સમયે તેઓ ચોક્કસ પક્ષ માટે પ્રચાર કરતા હતા. આ વીડિયો સામે આવતાની સાથે જ આમિર ખાને FIR નોંધાવી હતી.

નોંધનીય છે કે ડીપફેક વીડિયો બનવાની શરૂઆત રશ્મિકા મંદાનાના વીડિયો દ્વારા થઈ, ત્યાર બાદ દીપિકા પાદુકોણ, કાજોલથી માંડીને ક્રિકેટના ભગવાન એવા સચિન તેંદુલકર અને તાજેતરમાં જ આમિર ખાનનો વીડિયો પણ ડીપફેક કરવામાં આવ્યો, અને હવે રણવીર સિંહનો પણ ડીપફેક વીડિયો વાયરલ થયો.

ranveer singh bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news twitter social media aamir khan rashmika mandanna sachin tendulkar