ગલી બૉયને ઉત્તર કોરિયામાં મળી મોટી જીત

07 July, 2019 02:09 PM IST  |  મુંબઈ

ગલી બૉયને ઉત્તર કોરિયામાં મળી મોટી જીત

ગલી બૉયને ઉત્તર કોરિયામાં મળી મોટી જીત

ફિલ્મકાર ઝોયા અખ્તરના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ગલી બૉયને નેટવર્ક ફોર ધ પ્રમોશન ઑફ એશિયન સિનેમા (NETPAC) અવૉર્ડ મળ્યો છે. ફિલ્મને આ અવૉર્ડ 23માં બુચન ઈન્ટરનેશનલ ફેન્ટાસ્ટિક ફિલ્મ ફેસ્ટિવલ (BIFAN), જે સાઉથ કોરિયામાં યોજાયો હતો તેમાં મળ્યો છે.

NETPACની જ્યુરીમાં NETPACના સભ્યો અને ફિલ્મ પ્રોફેશનલ્સ વર્લ્ડ ફેન્ટાસ્ટિક બ્લ્યૂ સેક્શનમાંથી સૌથી સારી એશિયન ફિલ્મ એશિયન ફિલ્મ પસંદ કરે છે. જેમાં આજના સમયની અલગ કથા વસ્તુ ધરાવતી ફિલ્મને પસંદ કરવામાં આવે છે.

ગલી બૉયમાં અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી આલિયા ભટ્ટ હતી. અને તે સ્ટ્રીટ રૅપર્સના જીવન પર આધારિત છે. આ ફિલ્મે ભારતીય અને વિદેશના બૉક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. તે 2019ના મેલબર્ન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ બતાવવામાં આવશે.

આ પણ જુઓઃ જુઓ ગ્લેમરસ તસવીરમાં ગુજ્જુ ગર્લ અવની મોદીની કાતિલ અદા

બુચન ઈન્ટરનેશનલ ફેન્ટાસ્ટિક ફિલ્મ ફેસ્ટિવલમાં અવૉર્ડ મેળવવાની સાથે સાથે ઝોયા અખ્તરે અકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ અને સાયન્સની પણ સભ્ય બની છે. જે વાર્ષિક ઑસ્કર અવૉર્ડનું આયોજન કરે છે.

ranveer singh alia bhatt zoya akhtar