30 August, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ
અંબાણી પરિવારના અલ્ટામાઉન્ટ રોડ ખાતે આવેલા ઍન્ટિલિયામાં ‘ઍન્ટિલિયાચા રાજા’ની ધામધૂમથી પધરામણી થઈ છે. તેમના આશીર્વાદ લેવા માટે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પહોંચ્યાં હતાં. લાંબા સમયથી દાઢી અને લાંબા વાળના લુકમાં જોવા મળતો રણવીર આ ઉજવણીમાં સાવ અલગ ક્લીન-શેવ લુકમાં જોવા મળ્યો. અહીં દીપિકા અને રણવીરે ગાયિકા હર્ષદીપ કૌર અને તેના પતિ સાથે પણ મુલાકાત કરી અને એની તસવીરો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે.