પુરુષ એક ફિલ્મમાં પૈસા કમાય એટલા કમાવા માટે મારે પંદર ફિલ્મ કરવી પડતી

18 April, 2024 06:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડમાં ફીને લઈને થતા ભેદભાવ વિશે રવીના ટંડને કહ્યું...

રવીના ટંડન

રવીના ટંડનનું કહેવું છે કે બૉલીવુડમાં હીરોને એક ફિલ્મ માટે જેટલી ફી મળે છે એટલા પૈસા કમાવા માટે તેણે પંદર ફિલ્મો કરવી પડે છે. અરબાઝ ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી ‘પટના શુક્લા’માં તેણે કામ કર્યું છે અને હવે તે અક્ષયકુમાર સાથેની ‘વેલકમ ટુ ધ જંગલ’માં જોવા મળવાની છે. બૉલીવુડમાં પૈસાને લઈને થતા ભેદભાવ વિશે રવીના કહે છે, ‘એ દિવસોમાં પૈસા ખૂબ જ એટલે કે ખૂબ જ ઓછા મળતા હતા. ઍક્ટર અને ઍક્ટ્રેસ વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે. હીરોને ખૂબ જ પૈસા મળતા હતા. તેઓ એક ફિલ્મમાં જેટલા કમાય એટલા કમાવા માટે મારે પંદર ફિલ્મો કરવી પડતી હતી. હિરોઇનો ખાસ કરીને હું મારી વાત કરું છું, કારણ કે હું દરેક વિશે બોલી શકું એમ નથી એટલે મારે એટલા પૈસા કમાવા માટે ૧૫-૨૦ ફિલ્મો કરવી પડતી હતી.’

entertainment news bollywood buzz bollywood news raveena tandon bollywood gossips