નૅશનલ અવૉર્ડ જીત્યા પછી ભાઈ-ભાભી સાથે રાની મુખરજીએ કર્યાં સિદ્ધિવિનાયકનાં દર્શન

04 August, 2025 08:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાનીએ ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે અને તેના ખભા પર શાલ તેમ જ કપાળ પર તિલક છે.

રાનીએ ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે

રાની મુખરજીએ તેની ત્રીસ વર્ષની કરીઅરમાં પહેલી વખત ‘મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે’ માટે બેસ્ટ ઍક્ટ્રેસ નૅશનલ અવૉર્ડ મેળવ્યો છે. આ ખુશીની ક્ષણમાં તે ભાઈ રાજા મુખરજી અને ભાભી જ્યોતિ મુખરજી સાથે મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચી અને ગણપતિબાપ્પાના આશીર્વાદ લીધા. રાની મુખરજીની આ તસવીરો સિદ્ધિવિનાયક મંદિરના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરવામાં આવી છે. આ તસવીરમાં રાનીએ ટ્રેડિશનલ કપડાં પહેર્યાં છે અને તેના ખભા પર શાલ તેમ જ કપાળ પર તિલક છે.

bollywood buzz bollywood news bollywood entertainment news rani mukerji siddhivinayak temple religious places