ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ ઑફિસર અવિનાશની દીકરીનાં લગ્નમાં હાજર રહીને ખુશ થયો રણદીપ હૂડા

28 February, 2023 12:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ શોમાં કામ કરતી વખતે રણદીપ તેમની ફૅમિલીને પણ મળ્યો હતો, જેથી તેમને સારી રીતે જાણી શકે

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ ઑફિસર અવિનાશની દીકરીનાં લગ્નમાં હાજર રહીને ખુશ થયો રણદીપ હૂડા

રણદીપ હૂડા ઉત્તર પ્રદેશના સ્પેશ્યલ ટાસ્ક ફોર્સના ભૂતપૂર્વ પોલીસ-ઑફિસર અવિનાશ મિશ્રાની દીકરીનાં લગ્નમાં હાજર રહીને ખુશ થયો હતો. તેમના જીવન પર બની રહેલા વેબ-શો ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં રણદીપ કામ કરી રહ્યો છે. આ શોમાં કામ કરતી વખતે રણદીપ તેમની ફૅમિલીને પણ મળ્યો હતો, જેથી તેમને સારી રીતે જાણી શકે. લગ્નમાં હાજર રહેવાનો અનુભવ જણાવતાં રણદીપ હૂડાએ કહ્યું કે ‘ઇન્સ્પેક્ટર અવિનાશ મિશ્રાની દીકરીનાં લગ્નમાં આવીને મને અતિશય આનંદ થયો છે. મારા રોલની તૈયારી માટે મેં અવિનાશ સાથે ખૂબ સમય પસાર કર્યો હતો. એથી તેમને અને તેમની ફૅમિલીને સારી રીતે ઓળખી શક્યો. એથી પારિવારિક પ્રસંગોમાં હાજર રહેવું એ તો સામાન્ય બાબત હતી. મને ઘણી વખત એ વાતનું આશ્ચર્ય લાગે છે કે કેવી રીતે કામ દરમ્યાન કોઈનું પાત્ર ભજવતાં તમે તેમના પરિવારનો ભાગ બની જાઓ છો. લોકો મને તેમના પાત્રમાં જુએ એના માટે હું આતુર છું.’

entertainment news bollywood news randeep hooda