તો આ છે બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂરની ભૂમિકા...!

20 April, 2019 06:15 PM IST  |  મુંબઈ | અનુપ્રિયા વર્મા

તો આ છે બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂરની ભૂમિકા...!

રણબીરની આગામી ફિલ્મને લઈને ખુલાસો

બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર ભજવવા જઈ રહ્યો છે ડીજેની ભૂમિકા. જાગરણ ડૉટ કોમના અહેવાલ અનુસાર, તેમને પોતાના સૂત્રોથી જાણકારી મળી હતી કે રણબીર ડીજેની ભૂમિકામાં જોવા મળશે. અને તેની તૈયારી માટે તેણે વિદેશના અનેક પબ્સના ચક્કર કાપ્યા છે.

રણબીર વિદેશમાં ડીજે સાથે સમય પસાર કરતા હતા. તે મેનહેટનના એક હોટેલમાં જોવા મળ્યો હતો. ત્યાં તેણે અનેક ડીજે સાથે મુલાકાતો કરી. ત્યાં હાજર એક શખ્સે જ્યારે તેને પુછ્યું કે તેઓ ત્યાં શું કરી રહ્યા છે ત્યારે રણબીર વધુ જાણકારી ન આપી પરંતુ એમ કહ્યું કે તેઓ રિસર્ચ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Video:જ્યારે આલિયાએ ચાલુ શૉમાં વરુણ ધવનને રણબીર કહી બોલાવ્યો !

એવામાં ખરેખર સવાલ એ ઉઠતો હતો કે રણબીર આ તૈયારી શેના માટે કરી રહ્યા છે. શુ તેઓ નવી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક ડીજેનો જ રોલ નિભાવવાના છે. અથવા તો તે કોઈ બીજી ફિલ્મની તૈયારી કરી રહ્યો છે. અત્યારથી તો એ કહેવું મુશ્કેલ છે. પરંતુ અહેવાલો પ્રમાણે કહી શકાય છે કે તેઓ બ્રહ્માસ્ત્રના જ કિરદારની તૈયારી કરી રહ્યા છે. આ વર્ષે ક્રિસમસ પર બ્રહ્માસ્ત્ર રિલીઝ થશે. જેમાં આલિયા ભટ્ટ મહત્વની ભૂમિકામાં છે.

ranbir kapoor alia bhatt karan johar