નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત મ્યુઝિક ઇવેન્ટમાં લાઇમલાઇટમાં રહ્યા રણબીર કપૂર અને વિકી કૌશલ

23 September, 2025 07:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત મ્યુઝિક ઇવેન્ટમાં લાઇમલાઇટમાં રહ્યા રણબીર કપૂર અને વિકી કૌશલ

રણબીર કપૂર અને વિકી કૌશલ

રવિવારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત એક મ્યુઝિકલ ઇવેન્ટ ‘મેરા દેશ પહલે : ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ નરેન્દ્ર મોદી’ યોજાઈ હતી. આ એક સંગીતમય ગાથા છે જેમાં મોદીના બાળપણથી લઈને વડા પ્રધાન તરીકેની યાત્રાને દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હાજરી આપી હતી. આ ફંક્શનમાં રવીના ટંડન, વિક્રાન્ત મેસી અને જાહ્‍નવી કપૂર જેવાં સ્ટાર્સ પણ જોવા મળ્યાં હતાં. જોકે લાઇમલાઇટમાં રહ્યા હતા રણબીર કપૂર અને વિકી કૌશલ. આ ફંક્શનમાં રણબીર અને વિકીએ એકસરખા બ્લૅક કપડાં પહેર્યાં હતાં તેમ જ મૅચિંગ હેરસ્ટાઇલ અને મૂછોવાળો એકસરખો લુક અપનાવીને ટ્‍વિનિંગ કર્યું હતું.

nmacc ranbir kapoor vicky kaushal bollywood events narendra modi entertainment news bollywood bollywood news