બૉક્સ-ઑફિસ પર રણબીર-શ્રદ્ધાની કમાલ

14 March, 2023 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક‍્સ્ટેન્ડેડ વીક-એન્ડમાં ૭૦.૨૪ કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ

શ્રદ્ધા કપૂર અને રણબીર કપૂર

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તૂ ઝૂઠી મૈં મક્કાર’એ ર​વિવારે ખૂબ જ સારો બિઝનેસ કર્યો છે. લવ રંજન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મે પાંચ દિવસમાં ટોટલ ૭૦.૨૪ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. હોલી દરમ્યાન રિલીઝ થયેલી આ ફિલ્મે ઓપનિંગ વીક-એન્ડમાં આ બિઝનેસ કર્યો છે. જોકે એ બુધવારે રિલીઝ થઈ હોવાથી એક‍્સ્ટેન્ડેડ ​વીક-એન્ડમાં એની ગણતરી કરવામાં આવે છે. આ ફિલ્મે બુધવારે ૧૫.૭૩ કરોડ, ગુરુવારે ૧૦.૩૪ કરોડ, શુક્રવારે ૧૦.૫૨ કરોડ, શનિવારે ૧૬.૫૭ કરોડ અને રવિવારે ૧૭.૦૮ કરોડની સાથે ટોટલ ૭૦.૨૪ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ બહુ જલદી સો કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. રણબીર કપૂરની ફિલ્મ ઘણા સમય બાદ બૉક્સ-ઑફિસ પર સારો બિઝનેસ કરી રહી છે. શ્રદ્ધા કપૂર પણ ઘણા સમય બાદ સ્ક્રીન પર જોવા મળી છે અને તેણે પણ લાંબા સમય બાદ હિટ આપી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood ranbir kapoor box office shraddha kapoor