કોરોના દર્દીઓનો મસીહા બન્યો ટેલીવિઝનનો `રામ`, શરૂ કરી કોવિડ-19 હૉસ્પિટલ

11 May, 2021 07:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુરમીત ચૌધરીએ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરમાં `આસ્થા` નામની એક કોવિડ-19 હૉસ્પિટલ શરૂ કરી છે.

ગુરમીત ચૌધરી (ફાઇલ ફોટો)

અનેક ફિલ્મોમાં નાયકની ભૂમિકા ભજવી અને ટીવી પર ભગવાન રામનું પાત્ર ભજવનાર એક્ટર ગુરમીત ચૌધરી હવે રિયલ લાઇફમાં પણ એક નાયકની જેમ આગળ આવ્યા છે. ગુરમીત ચૌધરીએ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરમાં `આસ્થા` નામની એક કોવિડ-19 હૉસ્પિટલ શરૂ કરી છે.

આ હૉસ્પિટલ વિશે વાત કરતાં ગુરમીત ચૌધરી કહે છે કે, "હજી અમુક મહિના પહેલા પહેલા મારા એક મીડિયા મિત્રએ મને કોવિડ સાથે જોડાયેલી મદદ માગી હતી, જ્યારે મેં તેની મદદ કરવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી તો મને ખબર પજી કે કોરોનાને કારણે દેશમાં સ્થિતિ કેટલી ખરાબ છે. ત્યારે મને એક ખ્યાલ આવ્યો કે મારે લોકોની મદદ માટે એક સાચા નાયકની જેમ કામ કરવું જોઈએ."

ગુરમીત કહે છે કે, "આ લોકોનો પ્રેમ છે કે હું જીવનમાં કલાકાર તરીકે સફળ થઈ શક્યો અને મને લાગે છે કે હવે મારો વારો છે આ દેશ માટે અને દેશના લોકો માટે કંઇક કરવાનો. એટલે મેં નાગપુર શહેરમાં ડૉક્ટર સૈયદ વજહાતાલી અને તેમની ટીમ માટે મળીને આ કોવિડ-19 હૉસ્પિટલ શરૂ કરી છે અને દેશના અનેક શહેરોમાં પણ કોવિડ હૉસ્પિટલ ખોલવાની તૈયારીમાં લાગેલો છું અને ઇશ્વરની કૃપા રહી તો ટૂંક સમયમાં જ અન્ય શહેરોમાં પણ કોવિડ હૉસ્પિટલ ખુલી જશે."

પત્ની દેબીનાનો મળ્યો સપૉર્ટ
પોતાની પત્ની દેબિના વિશે વાત કરતા ગુરમીત ચૌધરી કહે છે કે, "આમાં કોઇ શંકા નથી કે કોરોના કાળમાં ઘરમાંથી નીકળવું જોખમી છે પણ મારા આ સાહસ પાછળ મારા પિતાના આશીર્વાદ અને દેબિનાનો સંપૂર્ણ સહયોગ રહ્યો. જો દેબિનાનો સાથ ન હોત તો કદાચ આ બધામાં આટલી હિંમત ન થઈ હોત. બીજું હું એક આર્મી ફેમિલીમાંથી આવું છું અને મારા પિતાને હંમેશાં યૂનિફૉર્મ પહેરીને દેશની સેવા કરતા જોયા છે, એવામાં મારામાં પણ દેશની સેવા કરવાની ઇચ્છા હોય એ વ્યાજબી છે અને હું તમને પણ વિશ્વાસ અપાવું છું કે મારાથી જેટલું મારાથી શક્ય છે તે બધું કરીશ અને મારા આ અભિયાનમાં મને અનેક લોકોની મદદ મળી રહી છે."

રામના પાત્રએ પાડ્યો પ્રભાવ
ગુરમીત ચૌધરીએ આગળ કહ્યું, "એ પણ હકીકત છે કે જ્યારે તમે ભગવાન રામનું પાત્ર ભજવો તો તમારામાં પણ માનવ સેવાનો ભાવ જન્મે એ સ્વાભાવિક છે."

bollywood news entertainment news gurmeet choudhary