02 February, 2026 12:52 PM IST | Hyderabad | Gujarati Mid-day Correspondent
આ ઘટનાના વિડિયોમાં જોવા મળે છે કે રામચરણ ભીડથી ભારે અકળાઈ ગયો હતો
રામચરણ ગઈ કાલે તેની અઢી વર્ષની દીકરી ક્લિન કારા કોનિડેલાને લઈને પોતાનાં નવજાત ટ્વિન્સને જોવા માટે હૈદરાબાદની અપોલો હૉસ્પિટલ પહોંચ્યો હતો. આ સમયે તેને ફૅન્સની ભારે ભીડે ઘેરી લીધો હતો જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયાં હતાં. ભીડને કારણે રામચરણને તેને દીકરી સાથે અંદર જવામાં ઘણી અડચણ આવી અને તેણે દીકરીને ભીડથી બચાવવા માટે તેને કપડામાં સંતાડી દીધી હતી.
આ ઘટનાના વિડિયોમાં જોવા મળે છે કે રામચરણ ભીડથી ભારે અકળાઈ ગયો હતો અને વારંવાર લોકોને પાછળ હટવા અને રસ્તો આપવા માટે કહેતો હતો. જોકે ફૅન્સ તેને સ્પર્શ કરવા, સાથે ફોટો લેવા અને ઝલક જોવા માટે તત્પર હતા; જેને કારણે રામચરણને અંદર પહોંચવામાં ભારે તકલીફ પડી. અંતે પોતાની દીકરીને બચાવવા માટે રામચરણે થોડી હળવી ધક્કામુક્કી પણ કરવી પડી હતી.