રામચરણની પત્ની વિશે કમેન્ટ કરનારને એક ચાહકે ખૂબ માર્યો

17 May, 2023 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિડિયોમાં રામચરણનો ફૅન એ વ્યક્તિને માર મારતો જોવા મળી રહ્યો છે અને ત્યાર બાદ રામ અને ઉપાસનાની માફી માગવા કહી રહ્યો છે.

રામચરણ

રામચરણની પત્ની વિશે ખરાબ કમેન્ટ કરનારને ઍક્ટરના એક ચાહક દ્વારા ખૂબ જ માર મારવામાં આવ્યો છે. ઉપાસના કોનિડેલા વિશે કરેલી કમેન્ટને લઈને એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં રામચરણનો ફૅન એ વ્યક્તિને માર મારતો જોવા મળી રહ્યો છે અને ત્યાર બાદ રામ અને ઉપાસનાની માફી માગવા કહી રહ્યો છે. આ વ્યક્તિએ કહ્યું હતું કે હું ઉપાસના સાથે લૉન્ગ ડ્રાઇવ પર ગયો હતો. તે મારી ફ્રેન્ડ છે. અમે ગોવા પણ ગયાં હતાં. રામચરણ પણ મારો ફ્રેન્ડ છે. એક વાર રામે મને કૅઝ્યુ​અલી કહ્યું હતું કે હું ઉપાસનાને મારા પ્રેમમાં પાડું.’ તેણે એવું પણ કહ્યું હતું કે તે ચિરંજીવીની દીકરી સાથે પણ લૉન્ગ ડ્રાઇવ પર ગયો હતો. આથી રામચરણનો ફૅન ગુસ્સે થયો હતો અને તેણે એ વ્યક્તિને ખૂબ જ માર્યો હતો. તેણે એ વ્યક્તિને ફરી આવી કમેન્ટ ન કરવા માટે કહ્યું હતું.

entertainment news ram charan bollywood news bollywood gossips bollywood