દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બિઝનેસને વધારવામાં મદદરૂપ થાય છે : રામ ચરણ

10 January, 2022 01:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામ ચરણ અને જુનિયર એનટીઆરની ‘RRR’ કોવિડના વધતા કેસને કારણે પોસ્ટપોન કરવામાં આવી છે

રામ ચરણ

રામ ચરણનું કહેવું છે કે દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બિઝનેસને વધારવામાં સહયોગ કરે છે. સાથે જ જે ટૅક્સ ભરવામાં આવે છે એનાથી સરકારની અર્થવ્યવસ્થામાં સુધાર થાય છે. રામ ચરણ અને જુનિયર એનટીઆરની ‘RRR’ કોવિડના વધતા કેસને કારણે પોસ્ટપોન કરવામાં આવી છે. ફિલ્મને લઈને રામ ચરણે કહ્યું કે ‘સ્ટાર વૅલ્યુ લોકોને થિયેટર્સ સુધી ખેંચી આવે છે. ત્યાર બાદ સ્ટોરીની જવાબદારી વધી જાય છે કે એના પર ચર્ચા થાય અને દર્શકો થિયેટર્સમાં બેસે. ઇન્ડસ્ટ્રી માટે બિઝનેસની ભૂમિકા ભજવવાની દરેક ફિલ્મની પોતાની રીત હોય છે. જોકે મોટી ફિલ્મો રિલીઝ થાય તો થિયેટર્સની ગુમ થયેલી એ ચમકદમક થિયેટર્સમાં પાછી ખેંચી લાવે છે. એ ન માત્ર ઇન્ડસ્ટ્રી માટે પરંતુ સરકારને આપવામાં આવતો ટૅક્સ પણ અર્થવ્યવસ્થા માટે અગત્યનો હોય છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips ram charan