શાહરુખની ‘જવાન’માં દેખાશે રામચરણ?

08 March, 2023 02:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રામચરણ હાલમાં ઑસ્કર માટે અમેરિકામાં છે,

રામચરણ

શાહરુખ ખાનની ‘જવાન’માં હવે રામચરણ દેખાશે એવી ચર્ચા ચાલી રહી છે. રામચરણ હાલમાં ઑસ્કર માટે અમેરિકામાં છે, પરંતુ તે એટલી દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી ‘જવાન’માં મહેમાન ભૂમિકા કરશે એવી ચર્ચા ચાલી રહી છે. આ માટે પહેલાં અલ્લુ અર્જુનને પસંદ કરવામાં આવ્યો હતો. જોકે તે ‘પુષ્પા 2’ને લઈને ખૂબ જ વ્યસ્ત છે અને સમય કાઢી શકે એમ નથી. આથી તેણે આ ફિલ્મ માટે ના પાડી દીધી હતી. તેણે ના પાડ્યા બાદ આ ફિલ્મ માટે રામચરણને પસંદ કરવામાં આવ્યો હોવાની વાત છે અને તેણે એ માટે તૈયારી પણ દેખાડી હોવાની ચર્ચા છે.

રામચરણ આ સાથે જ સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં પણ નાનકડી ભૂમિકા ભજવી રહ્યો છે. શાહરુખની ‘જવાન’માં તેની સાથે નયનતારા, વિજય સેતુપતિ દેખાશે અને વિજય થલપતિ પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે.

517.05
શાહરુખ ખાનની ‘પઠાન’ના હિન્દી વર્ઝને સોમવાર સુધીમાં આટલા કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan upcoming movie ram charan