કૉન્ડોમ ટેસ્ટરવાળી રકુલની ફિલ્મનું નામ ‘છત્રીવાલી’

08 May, 2021 12:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ એક સોશ્યલ-કૉમેડી છે. ફિલ્મને ‘બકેટ લિસ્ટ’નો ડિરેક્ટર તેજસ વિજય દેવસકર ડિરેક્ટ કરશે. ફિલ્મમાં હળવી કૉમેડી જોવા મળશે. ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે.

રકુલ પ્રીત સિંહ

રકુલ પ્રીત સિંહની કૉન્ડોમ ટેસ્ટરની ભૂમિકાવાળી ફિલ્મનું નામ ‘છત્રીવાલી’ રાખવામાં આવ્યું છે. રકુલ અગાઉ આ રોલ સારા અલી ખાન અને અનન્યા પાન્ડેને ઑફર કરવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે તેમણે ના પાડી એથી રકુલની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મને રૉની સ્ક્રૂવાલા બનાવશે. એવું જાણવા મળ્યું છે કે રકુલે ફિલ્મ માટે કૉન્ટ્રૅક્ટ પણ સાઇન કરી લીધો છે. ફિલ્મ એક સોશ્યલ-કૉમેડી છે. ફિલ્મને ‘બકેટ લિસ્ટ’નો ડિરેક્ટર તેજસ વિજય દેવસકર ડિરેક્ટ કરશે. ફિલ્મમાં હળવી કૉમેડી જોવા મળશે. ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે.

rakul preet singh bollywood news entertainment news bollywood bollywood gossips