11 September, 2025 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રકુલ પ્રીત સિંહ
હાલમાં રકુલ પ્રીત સિંહે વારાણસીના વિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લઈને ત્યાં શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યાં હતાં તેમ જ ગંગાઆરતીમાં પણ ભાગ લીધો હતો. રકુલે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની આ આધ્યાત્મિક મુલાકાતના ફોટો અને વિડિયો પણ શૅર કર્યા છે. રકુલે આ પોસ્ટને શૅર કરતી વખતે કૅપ્શન લખી છે, ‘કાશી વિશ્વનાથ મંદિરનાં દર્શન અને ગંગાઆરતીની સાક્ષી બનીને ધન્યતા અનુભવી રહી છું.’ રકુલ હાલમાં વારાણસીમાં ‘પતિ પત્ની ઔર વો 2’નું શૂટિંગ કરી રહી છે.
બાબુલનાથ મંદિરમાં ટાઇગર શ્રોફે કર્યાં દર્શન
ટાઇગર શ્રોફે દક્ષિણ મુંબઈમાં ગિરગામ ચોપાટી ખાતે આવેલા પ્રખ્યાત બાબુલનાથ મંદિરમાં દર્શન કર્યાં અને ભગવાન શિવના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી. ટાઇગર ક્રીમ કલરના કુરતા અને ધોતીના પરંપરાગત લુકમાં મંદિરમાં પહોંચ્યો હતો અને અહીં તેણે જલઅભિષેક પૂજા પણ કરી. ટાઇગરનો આ દર્શનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.