‘777 ચાર્લી’ માટે રજનીકાન્ત પાસેથી પ્રશંસા સાંભળીને હરખાઈ ગયો રક્ષિત શેટ્ટી

25 June, 2022 06:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખાસ કરીને તેમણે ફિલ્મના ક્લાઇમૅક્સની પણ પ્રશંસા કરી અને કહ્યું કે કેવી રીતે એને ધાર્મિક વળાંક આપવામાં આવ્યો છે. આવા સુપરસ્ટાર પાસેથી આવા શબ્દો સાંભળીને ખૂબ સારું લાગ્યું. થૅન્ક યુ સો મચ રજનીકાન્ત સર.’

‘777 ચાર્લી’ માટે રજનીકાન્ત પાસેથી પ્રશંસા સાંભળીને હરખાઈ ગયો રક્ષિત શેટ્ટી

રક્ષિત શેટ્ટીની ‘777 ચાર્લી’ની રજનીકાન્તે પ્રશંસા કરતાં તે ખૂબ ખુશ થઈ ગયો છે. એક ડૉગીની સ્ટોરી પર આધારિત આ ફિલ્મ રજનીકાન્તને ખૂબ ગમી છે. ફિલ્મ જોયા બાદ રક્ષિત શેટ્ટીને કૉલ કરીને રજનીકાન્તે તેની અને આ ફિલ્મની પ્રશંસા કરી હતી. એથી રક્ષિતની ખુશીની કોઈ સીમા નથી રહી. આ ફિલ્મ ૧૦ જૂને હિન્દી, મલયાલમ, કન્નડ, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ છે. ફિલ્મને કિરણરાજે ડિરેક્ટ કરી છે. રજનીકાન્ત પાસેથી પ્રશંસા સાંભળીને પોતાની ખુશી ટ્વિટર પર શૅર કરતાં રક્ષિતે ટ્વીટ કર્યું હતું, ‘દિવસની શરૂઆત ખૂબ જ સરસ રીતે થઈ છે. રજનીકાન્ત સર તરફથી કૉલ આવ્યો છે. તેમણે ‘777 ચાર્લી’ જોઈ અને આ ફિલ્મ તેમને ખૂબ પસંદ પડી. તેમણે ફિલ્મની ક્વૉલિટી અને ડિઝાઇન પર ચર્ચા કરી. ખાસ કરીને તેમણે ફિલ્મના ક્લાઇમૅક્સની પણ પ્રશંસા કરી અને કહ્યું કે કેવી રીતે એને ધાર્મિક વળાંક આપવામાં આવ્યો છે. આવા સુપરસ્ટાર પાસેથી આવા શબ્દો સાંભળીને ખૂબ સારું લાગ્યું. થૅન્ક યુ સો મચ રજનીકાન્ત સર.’

bollywood news bollywood bollywood gossips entertainment news rajinikanth