✕

રાની સ્વર્ણકારે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી ગોવિંદા સાથેની રોમૅન્ટિક તસવીરો

14 November, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તસવીરો શૅર કરતાં રાનીએ કૅપ્શન લખી હતી કે ‘રૂપાની સુંદર ઝલક’.રાનીની આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા યુઝર્સની સાથે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. જોકે સૌથી વધુ ચર્ચા રાખી સાવંતની કમેન્ટની થઈ રહી છે.

ગોવિંદા અને રાની સ્વર્ણકાર

ગોવિંદા ફરી એક વખત પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેની રાની સ્વર્ણકાર સાથેની નિકટતાને લઈને સતત ચર્ચાઓ થઈ રહી છે. આ સંજોગોમાં ગોવિંદાની ફિલ્મ ‘રૂપા’ની કો-સ્ટાર રાનીએ સોશ્યલ મીડિયા પર ઍક્ટર સાથેની કેટલીક તસવીરો શૅર કરી છે. તસવીરો શૅર કરતાં રાનીએ કૅપ્શન લખી હતી કે ‘રૂપાની સુંદર ઝલક’.
રાનીની આ પોસ્ટ સામે આવ્યા બાદ સોશ્યલ મીડિયા યુઝર્સની સાથે ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી હતી. જોકે સૌથી વધુ ચર્ચા રાખી સાવંતની કમેન્ટની થઈ રહી છે. રાખીએ પોસ્ટ પર એક પછી એક લાલ રંગના ગુસ્સાવાળા ઇમોજી શૅર કર્યાં હતાં. રાખી અગાઉ પણ ગોવિંદાની પત્ની સુનીતા આહુજાના પક્ષમાં ઊભી રહી છે અને અનેક વખત જાહેરમાં ગોવિંદાને ઠપકો પણ આપ્યો છે.

govinda rakhi sawant sunita ahuja social media entertainment news bollywood controversies bollywood news bollywood gossips bollywood