BigBossમાં 'સીક્રેટ' પતિ સાથે દેખાશે રાખી, ઉઠશે પડદો લગ્નના ભેદ પરથી

09 September, 2019 08:29 PM IST  |  મુંબઈ ડેસ્ક

BigBossમાં 'સીક્રેટ' પતિ સાથે દેખાશે રાખી, ઉઠશે પડદો લગ્નના ભેદ પરથી

રાખી સાવંત (ફાઈલ ફોટો)

રાખી સાવંતનો પતિ કોણ છે? કેવો દેખાય છે? તેનો જવાબ બધાં જ લોકો જાણવા માગે છે. રાખીએ વિશ્વને અત્યાર સુધી પોતાના પતિના નામ અને કામ સિવાય કંઇ નથી જણાવ્યું. મહત્વનું છે કે રાખીના પતિની તસવીર અત્યાર સુધી સામે આવી નથી. પણ હવે ટૂંક સમયમાં જ લોકોને રાખી સાવંતના પતિ રિતેશના દર્શન થઈ શકે છે.


બિગબૉસ ફેનક્લબ અકાઉન્ટ પર એવો દાવો છે કે રાખી સાવંતના પતિ રિતેશ બિગ બૉસ સીઝન 13ના ગ્રાન્ડ પ્રીમિયરમાં દેખાઇ શકે છે. ખબર છે કે સલમાન ખાનના શૉમાં પ્રીમિયરના દિવસે રાખી પોતાના સીક્રેટ પતિ રિતેશ સાથે દેખાશે.

રાખી સાવંત પોતે એ વાતનો ખુલાસો કરી ચૂકી છે કે તેને બિગબૉસ 13ના લૉન્ચ એપિસોડમાં બોલાવવામાં આવી છે. જ્યાં તે પોતાના બ્રાન્ડ ન્યૂ છપ્પન છૂરી ગીત પર પર્ફોર્મ કરશે. રાખી સાવંતે તાજેતરમાં જ પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહે છે કે, "તમારા બધાં માટે એક સારા સમાચાર છે, થેન્ક્યુ સલમાન ખાન, હું મારા ગીત છપ્પન છુરીથી બિગ બૉસમાં ઑપનિંગ પરફોર્મન્સ આપવાની છું, આનાથી વધીને કોઇ ન્યૂઝ હોઈ જ નથી શકતી મારી માટે."

આ પણ વાંચો : નીરવ બારોટ: જાણો આ લોકગાયકની સફળતાની કહાની

રાખી સાવંતનું ગીત છપ્પન છૂરી પૉપ્યુલર થઈ ગયું છે. આ ગીતને ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સિતારાઓ સપોર્ટ કરી રહ્યા છે. રાખી સાવંતે પોતાના ચાહકોને આ વીડિયો સૉન્ગ જોવાની અપીલ કરી રહ્યા છે. છપ્પન છૂરી ગીતમાં રાખી સાવંતે જબરજસ્ત જાન્સ કર્યો છે. આ ગીતને સિંગર મંદાકિની બોરાએ ગાયું છે. રાખી સાવંત પોતાના લગ્ન અને આ સૉન્ગને કારણે ફરી એકવાર ચર્ચામાં છવાયેલી છે.

rakhi sawant Salman Khan Bigg Boss 12 bollywood bollywood events bollywood gossips bollywood news