Video:તો આ કારણે રાખી સાવંતે પાક. ફ્લેગ સાથે કરાવ્યું હતું ફોટોશૂટ !!

09 May, 2019 04:27 PM IST  |  મુંબઈ

Video:તો આ કારણે રાખી સાવંતે પાક. ફ્લેગ સાથે કરાવ્યું હતું ફોટોશૂટ !!

રાખી સાવંત હંમેશા કોઈને કોઈ વિવાદને લઈને જ ચર્ચામાં રહેતી હોય છે. આ વખતે પણ રાખી આવા જ કોઈ કારણસર સમાચારોમાં ચમકી રહી છે. રાખી સાવંતે કેટલાક એવા ફોટોઝ પોસ્ટ કર્યા છે, જેને લઈને કોન્ટ્રોવર્સી સર્જાઈ છે. રાખી સાવંતે પાકિસ્તાના રાષ્ટ્રધ્વજ સાથેના ફોટોઝ શૅર કર્યા છે.

 રાખી સાવંતના આ ફોટોઝ પર વિચિત્ર કમેન્ટ્સ આવી રહી છે. જો કે કલાકો બાદ જ રાખી સાવંતે આ ફોટોશૂટ કેમ કર્યું તે અંગે ખુલાસો કરતો વીડિયો પણ શૅર કર્યો છે. રાખી સાવંતે લખ્યું,'હું ફક્ત ફિલ્મમાં મારું પાત્ર ભજવી રહી છું. '

 

 

 

 

સામાન્ય રીતે લોકોને ફોટોઝ અને વીડિયોઝ પર અપ્રિસિયેશન મળતું હોય છે, પરંતુ રાખી સાવંતને કોઈ સારી કમેન્ટ્સ નથી મળી રહી. ઉપરથી રાખી સાવંતે વીડિયો પોસ્ટ કરીને કહ્યું છે,'અને આ ફિલ્મ છે. મારું મગજ ન ખાવ. જો તમને હું નથી ગમતી તો મારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ છોડી દો.'

 

રાખી સાવંતે પોતાની ફિલ્મના સેટ્સ પરથી કેટલાક વધુ ફોટોઝ પણ શૅર કર્યા છે. આ ફોટોઝ શૅર કરવાની સાથે સાથે રાખી સાવંતે લખ્યું છે,'હું ભારતને પ્રેમ કરું છું. પરંતુ આ ફોટોઝ મારી ફિલ્મ ધારા 370ના એક પાત્ર માટે છે.'

આ પણ વાંચોઃ આ છે ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની નવી પેઢીના સિતારાઓ

રાખી સાવંતે આ વીડિયોમાં કહ્યું છે કે આ ફિલ્મમાં તે પાકિસ્તાની યુવતીની ભૂમિકા ભજવી રહી છે. અને પાકિસ્તાની લોકો પણ સારા હોય છે.

 

rakhi sawant bollywood entertaintment