ઇરફાન જેવી ફિલ્મોગ્રાફી કરવાની ઇચ્છા છે રાજકુમાર રાવને

05 April, 2021 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મારું માનવું છે કે એવા કેટલાય ઍક્ટર્સ છે જે માસ્ટરક્લાસ આપી શકે છે. એવા અનેક લોકો પણ છે જેમની પાસેથી હું માસ્ટરક્લાસ લઈ શકું છું.’

ઇરફાન ખાન

રાજકુમાર રાવની ઇચ્છા છે કે તે ઇરફાન જેવી ફિલ્મોગ્રાફી મેળવે. રાજકુમારની હૉરર-કૉમેડી ‘રૂહી’ થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ છે. તે ‘બધાઈ દો’માં પણ જોવા મળવાનો છે. ઇરફાનનો ફૅન હોવાનું જણાવતાં રાજકુમારે કહ્યું હતું કે ‘હું ઇરફાન સરનો મોટો ફૅન છું. જે પ્રકારની તેમની ફિલ્મોગ્રાફી છે, તેમણે જે કામ કર્યું છે અને જે પર્ફોર્મન્સ આપ્યા છે; હું પણ લાઇફમાં તેમના જેવું અચીવ કરવા માગું છું. મારા માટે એ ખરેખર ગ્રેટ રહેશે.’
તે ઊભરતા કલાકારોને માસ્ટરક્લાસ ન આપી શકે એવું જણાવતાં રાજકુમારે કહ્યું હતું કે ‘મારા પર વિશ્વાસ કરો, હું એવી પોઝિશનમાં નથી. પ્રામાણિકપણે કહું તો મેં એવું કંઈ સ્પેશ્યલ નથી 
કર્યું કે હું કોઈને માસ્ટરક્લાસ આપી શકું. મારું માનવું છે કે એવા કેટલાય ઍક્ટર્સ છે જે માસ્ટરક્લાસ આપી શકે છે. એવા અનેક લોકો પણ છે જેમની પાસેથી હું માસ્ટરક્લાસ લઈ શકું છું.’

bollywood news bollywood gossips irrfan khan rajkummar rao