દર્શકોને એન્ટરટેઇન કરવું સૌથી મોટો રિવૉર્ડ છે : રાજકુમાર રાવ

04 April, 2019 11:19 AM IST  | 

દર્શકોને એન્ટરટેઇન કરવું સૌથી મોટો રિવૉર્ડ છે : રાજકુમાર રાવ

રાજકુમાર રાવ (ફાઈલ ફોટો)

રાજકુમાર રાવનું કહેવું છે કે તેના માટે સૌથી મોટો રિવૉર્ડ દર્શકોને એન્ટરટેઇન પૂÊરું પાડવાનો છે. રાજકુમારની ‘jાી’ અને ‘ઓર્મેટા’ને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. તેની હાલમાં ‘મેડ ઇન ચાઇના’, ‘મેન્ટલ હૈ ક્યા’, ‘તુરમ ખાન’, ‘ઇમલી’ અને અનુરાગ બાસુ સાથેની આગામી ફિલ્મ આવી રહી છે. તેને હાલમાં જ ફિલ્મફેર મિડલ ઈસ્ટ અને સ્ટાઇલ અવૉર્ડ મYયો છે. આ વિશે વધુ પૂછતાં રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘મેં ગયા વર્ષે જે ફિલ્મો કરી હતી એને લઈને એ વર્ષ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ રહ્યું હતું. આ ફિલ્મો દ્વારા મને અલગ પ્રકારની ફિલ્મો કરવાની તક મળી છે. આ વર્ષે પણ મને અલગ-અલગ પ્રકારનાં પાત્રો કરવાની તક મળી છે. અવૉર્ડ્સ મળવાથી તમે સ્પેશ્યલ હો એવું ફીલ થાય છે, પરંતુ મારા માટે સૌથી મોટો રિવૉર્ડ દર્શકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનો છે. મને હંમેશાં પ્રેમ આપવા માટે અને સર્પોટ કરવા માટે હું દર્શકોનો આભાર માનું છું.

આ પણ વાંચોઃ 'ચાલ જીવી લઈએ'ની સક્સેસ પાર્ટીમાં જુઓ ગુજરાતી કલાકારોનો જલવો

rajkummar rao bollywood