પપ્પા બન્યા પછી રાજકુમાર રાવનો વર્ષમાં બે જ ફિલ્મ કરવાનો નિર્ણય

19 April, 2026 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકુમારે પોતાની પર્સનલ લાઇફને ધ્યાનમાં રાખીને પ્રોફેશનલ લાઇફ વિશે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે તે હવે વર્ષમાં બે ફિલ્મો જ કરશે.

રાજકુમાર રાવ

ગયા વર્ષે રાજકુમાર રાવ એક દીકરીનો પિતા બન્યો હતો. તાજેતરમાં તેણે પિતા બન્યા પછીની પોતાની જિંદગી વિશે વાત કરી છે અને એ દરમ્યાન તેણે એક મોટી જાહેરાત પણ કરી છે. રાજકુમારે પોતાની પર્સનલ લાઇફને ધ્યાનમાં રાખીને પ્રોફેશનલ લાઇફ વિશે મહત્ત્વનો નિર્ણય લીધો છે કે તે હવે વર્ષમાં બે ફિલ્મો જ કરશે. પોતાના આ નિર્ણય પાછળના કારણની ચર્ચા કરતાં રાજકુમાર રાવે કહ્યું હતું કે, ‘પિતા બન્યા પછી મારી જિંદગી ખૂબ સુંદર બની ગઈ છે. મેં હવે નક્કી કર્યું છે કે હું પહેલાંની તુલનામાં ઘણું ઓછું કામ કરીશ અને વર્ષમાં માત્ર બે ફિલ્મો કરવાની કોશિશ કરીશ. મારો ઉદ્દેશ પોતાને વધુ સારા બનાવવાનો છે અને દીકરી પાર્વતી તેમ જ પત્ની પત્રલેખાને ગર્વની લાગણીનો એહસાસ કરાવવાનો છે. મને હવે વિચાર આવે છે કે જ્યારે મારી દીકરી મોટી થશે ત્યારે તે પણ મારી ફિલ્મો જોશે. હું ૨૪ કલાક દીકરી સાથે રહેવા માગું છું અને તેને ધીમે-ધીમે મોટી થતી જોવાની લાગણી અનુભવવા માગું છું.’

rajkummar rao patralekha bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news