નરેન્દ્ર મોદીના ઇન્ડિયાવાલી દિવાલી કૅમ્પેનનો ચહેરો બન્યો રાજકુમાર રાવ

27 October, 2019 10:33 AM IST  |  મુંબઈ

નરેન્દ્ર મોદીના ઇન્ડિયાવાલી દિવાલી કૅમ્પેનનો ચહેરો બન્યો રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ‘ઇન્ડિયાવાલી દિવાલી’ પહેલમાં જોડાઈને રાજકુમાર રાવને ગર્વ થઈ રહ્યો છે. આ પહેલ અંતર્ગત જરૂરતમંદ બાળકોને કપડા, ભોજન, ગિફ્ટ્સ જેવી ચીજ વસ્તુઓ આપીને તેમનાં જીવનમાં પણ આનંદ રેલાવવામાં આવશે. રાજકુમાર આવા બાળકો સાથે દિવાળી ઉજવીને તેમનાં જીવનમાં ઉજાસ લાવવાનો પ્રયાસ કરશે. થોડા સમય પહેલા દીપિકા પાદુકોણ પણ ‘ભારત કી લક્ષ્મી’ નામનાં કૅમ્પેનનો ભાગ બની હતી. વડા પ્રધાન મોદી દ્વારા શરૂ કરાયેલી આ પહેલમાં દેશની મહિલાઓની સિદ્ધિને દેખાડવામાં આવશે.

આ પણ વાંચો : બાળકોના શિક્ષણને અનોખી રીતે પ્રમોટ કરશે કરીના કપૂર ખાન

‘ઇન્ડિયાવાલી દિવાલી’ કૅમ્પેન વિશે રાજકુમાર રાવે કહ્યું હતું કે ‘માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ શરૂ કરેલી આ કૅમ્પેન સાથે જોડાઈને હું ખૂબ ગર્વ અનુભવી રહ્યો છું. મારુ માનવું છે કે દિવાળી દરેક માટે ખુશીઓનો પર્વ છે. આશા રાખુ છું કે દરેક જણ આ પહેલને સપોર્ટ કરે અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરે.’

rajkummar rao bollywood news