21 July, 2025 07:06 AM IST | Wellington | Gujarati Mid-day Correspondent
રાજકુમાર રાવ અને પત્રલેખાએ ન્યુ ઝીલૅન્ડમાં બેબીમૂન ઊજવ્યું
પહેલી વાર પેરન્ટ્સ બનવા જઈ રહેલાં રાજકુમાર રાવ અને પત્રલેખાએ ન્યુ ઝીલૅન્ડમાં બેબીમૂન ઊજવ્યું છે. પત્રલેખાએ ઇન્સ્ટાગ્રામ પર સ્વિમિંગ પૂલના તેમના કેટલાક ફોટો શૅર કર્યા છે.
રાજકુમારે પણ ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો છે. આ બન્નેની પોસ્ટ પરથી એવું લાગે છે કે તેઓ ન્યુ ઝીલૅન્ડને પ્રમોટ કરી રહ્યાં છે અને મફતમાં ત્યાંની મહેમાનગતિ માણી આવ્યાં છે.