ગણેશ વિસર્જન બાદ બીચની સફાઈ કરી રાજકુમાર અને સૈયામીએ

30 September, 2023 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દસ દિવસના ગણપતિબાપ્પાના વિસર્જન બાદ બીચ પર ફેલાયેલા કચરાની સાફસફાઈ કરવા રાજકુમાર રાવ, સૈયામી ખેર અને ઈશા કોપ્પીકર આગ‍ળ આવ્યાં હતાં.

ગણેશ વિસર્જન બાદ બીચની સફાઈ કરી રાજકુમાર અને સૈયામીએ

દસ દિવસના ગણપતિબાપ્પાના વિસર્જન બાદ બીચ પર ફેલાયેલા કચરાની સાફસફાઈ કરવા રાજકુમાર રાવ, સૈયામી ખેર અને ઈશા કોપ્પીકર આગ‍ળ આવ્યાં હતાં. દિવ્યજ ફાઉન્ડેશન અને ભામલા ફાઉન્ડેશને સાથે મળીને આ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. સેલિબ્રિટીઝ હંમેશાં લોકોને પર્યાવરણની જાળવણીનો સંદેશ આપતા રહે છે. ગઈ કાલે સવારે સાત વાગ્યે સૌકોઈ જુહુ બીચ પર પહોંચી ગયા હતા. તેમણે નાળિયેર, કપડાં, સ્લિપર્સ અને લાકડાની વસ્તુઓ જમા કરીને બૅગમાં ભરી હતી.  સાફસફાઈ વિશે રાજકુમાર રાવે કહ્યું 
કે ‘અમને બધાને ગણપતિબાપ્પા ગમે છે 
અને એથી અમે અહીં આવ્યાં છીએ. અમે ભારતના નાગરિક છીએ. હું મારા ફૅન્સનો આભારી છું. હું જે કાંઈ પણ છું તેમના કારણે છું. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહારથી આવ્યો છું અને તેમનો આટલો પ્રેમ મળવો સરળ નથી. હું તેમનો ખૂબ આભાર માનું છું.’
તો બીજી તરફ સૈયામી ખેરે કહ્યું કે ‘તહેવાર બાદ બીચ પર ગંદકી જોવી તો બાપ્પાને પણ નહીં ગમે. અફરોઝ શાહ છેલ્લાં સાત વર્ષથી આ દિશામાં અદ્ભુત કાર્ય કરે છે. આ વખતે ભામલા ફાઉન્ડેશન સાથે કામ કરવાની મને ખુશી છે. આપણા શહેરની અને બીચિસની સુંદરતા જાળવી રાખવી એ આપણી જવાબદારી છે. આપણા બીચિસના કિનારાઓને સ્વચ્છ 
રાખવા આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. આપણા તહેવારો અને પરંપરાને માન આપવાની સાથે પર્યાવરણની જાળવણી કરવી પણ અગત્યની છે.’

bollywood news entertainment news rajkummar rao saiyami kher