કમલ હાસનની હેલ્થ માટે ફોન કર્યો રજનીકાન્તે

24 November, 2021 03:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કમલ હાસને સોમવારે ટ્વીટ કર્યું હતું કે ‘હું અમેરિકાથી પાછો આવ્યો ત્યારે મને થોડો કફ હતો. તપાસ કરાવતાં હું કોરોના-પૉઝિટિવ છું એવી જાણ થઈ હતી.’

કમલ હાસનની હેલ્થ માટે ફોન કર્યો રજનીકાન્તે

રજનીકાન્તે હાલમાં કમલ હાસનને ફોન કરીને તેમની તબિયતની પૂછપરછ કરી હતી. કમલ હાસન કોવિડ-પૉઝિટિવ હોવાથી તેમને પ્રાઇવેટ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ છે. રજનીકાન્તને એની જાણ થતાં તેમણે તરત તેમને ફોન કર્યો હતો. કમલ હાસને સોમવારે ટ્વીટ કર્યું હતું કે ‘હું અમેરિકાથી પાછો આવ્યો ત્યારે મને થોડો કફ હતો. તપાસ કરાવતાં હું કોરોના-પૉઝિટિવ છું એવી જાણ થઈ હતી.’ જોકે તેમની કન્ડિશન સ્ટેબલ છે અને ટ્રીટમેન્ટ ચાલી રહી છે. કમલ હાસને તેમના ચાહકોને કહ્યું હતું કે કોરોના હજી ગયો નથી એથી જ દરેકે હજી પણ સાવધાની રાખવી જરૂરી છે.

bollywood news bollywood bollywood gossips entertainment news kamal haasan rajinikanth